Abtak Media Google News

વર્લ્ડ વેલ્થ રિપોર્ટમાં અમેરિકા પ્રથમ ચીન બીજા અને ઈગ્લેન્ડ ત્રીજા ક્રમે: ટોપ ટેનમાં કેનેડા, ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ

ભારત ૮૨૩૦ અબજ ડોલરની સંપતિ સાથે વિશ્ર્વનો છઠ્ઠો સૌથી ધનવાન દેશ છે. આ યાદીમાં ૬૪૫૮૪ અબજ ડોલર સાથે અમેરીકા પહેલા ક્રમે છે. જયારે ૨૪૮૦૩ અબજ ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. આ બંને દેશોની સરખામણીમાં ભારતની સંપતિ ઘણી ઓછી છે.

એટલું જ નહી ભારતમાં સંપતિનું વિતરણ પણ અસમાન છે. એટલે કે ભારતમાં મોટાભાગની સંપતિનું કેન્દ્રીકરણ અમુક જ ધનવાનોના હાથમાં થયેલું છે. ન્યૂ વર્લ્ડ વેલ્થ નામનો આ અહેવાલ વિવિધ દેશના મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ નાગરીકોની વ્યકિતગત સંપતિનો અંદાજ કાઢીને તૈયાર કરાય છે. નિષ્ણાંતોએ સંપતિ ગણવા માટે મિલકતો, રોકડ, ઈકિવટી અને અન્ય વેપાર ધંધાની આવક ગણતરીમાં લીધી છે.

પરંતુ જવાબદારીઓ (ડેબ્ટ)ને બાદ રાખી છે. આ યાદીમાં યુનાઈટેડ કિંગ્ડમ ૯૯૧૦ અબજ ડોલર, જર્મની ૯૬૬૦ અબજ ડોલર, ફ્રાંસ ૬૬૪૯ અબજ ડોલર, કેનેડા ૬૩૯૩ અબજ ડોલર ઓસ્ટ્રેલિયા ૬૧૪૨ અબજ ડોલર, ઈટાલી ૪૨૭૬ અબજ ડોલર સાથે ૪ થી ૧૦માં ક્રમે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ખંડમા આવેલો ઉત્તરી એમરીકી દેશ કેનેડાને વર્લ્ડ વેલ્થ રીપોર્ટમાં ખાસ સ્થાન આપવામા આવ્યું છે. લખ્યું છે કે કેનેડા દિન દો ગૂની રાત ચૌગુની પ્રગતિ કરતો દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.