Abtak Media Google News

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ૧૧ જુલાઈએ કરેલા આતંકી હુમલા બાદ એલઓસી પર બસ સેવા અને વેપાર સહિતના વ્યવહારો પર પ્રતિબંધ લાદ્યો હતો

ભારત વિશ્વના તમામ દેશોમાં આયાત-નિકાસ કરે છે પરંતુ આતંકવાદ અને ઘુષણખોરીના પગલે છેલ્લા ચાર મહિનાથી પાકિસ્તાન અને ભારત વચ્ચેના વેપાર સહિતના વ્યવહારો બંધ કરી દેવાયા હતા. જો કે, હવે બંને દેશો વચ્ચે સમજુતી થતા એલઓસી પર બસ સેવા અને વેપાર વ્યવહારો શરૂ કરાયા છે.

એલઓસી નજીક શુક્રવારના રોજ એક મીટીંગ મળી હતી. જેમાં પુંચથી રાવલકોટ સુધી ચાલતી બસ સેવા ફરી શ‚ કરવા નકકી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વારંવાર થતી મુઠભેદ અને આતંકીઓની ઘુષણખોરીને પગલે એલઓસી પર આ બસ સેવા સહિત વ્યાપાર વ્યવહારો ૧૧ જુલાઈથી બંધ કરી દેવાયા હતા.

એલઓસી ટ્રેકના કસ્ટોડીઅન મોહમ્મદ તનવીરે જણાવ્યું કે, એલઓસી પર બસ સર્વિસ પુન:શરૂ થશે. જમ્મુ કાશ્મીર અને પાક વચ્ચે વેપાર વ્યવહાર બંધ થતા ચાર મહિનામાં રૂપિયા ૮૦ કરોડનું નુકસાન થયું છે.

૧૧ જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં ઘુષણખોરી કરી આતંકીઓએ ભારે ગોળીબાર અને તબાહી મચાવી દેતા સુરક્ષાના ભાગ‚પે જમ્મુ-કાશ્મીરથી પાક સુધી એલઓસી પર તમામ વ્યવહારો બંધ કરાયા હતા પરંતુ શુક્રવારે એલઓસી નજીક બેઠક કરી આ વ્યવહારો શરૂ કરવા સહમતી મળી હતી. આ ઉપરાંત, ભારત સરકારે પાકિસ્તાનીઓને મેડિકલ સર્વિસ માટે વિઝા આપવાની પણ મંજુરી આપી દીધી છે. તેમજ માછીમારો અને કેદીઓને છોડવા અંગે પણ બંને દેશોએ સહમતિ દાખવી છે.

જો કે, આ બાબતે ઈન્ડીયન ઈન્વેસ્ટીગેટીંગ એજન્સીઓ ઉંડાણપૂર્વકની તપાસ કરશે અને ત્યારબાદ જ પાકિસ્તાનીઓને ભારતમાં મેડિકલ સેવા માટે વિઝા અપાશે. પાકિસ્તાનના નાપાક કૃત્યોને પગલે ભારતીયો જવાનો શહાદત વહોરે છે. જમ્મુ-કાશ્મીરમાં પાક સૈનિકો દ્વારા થતા આતંકી હુમલાઓથી સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાય છે અને જીવ ગુમાવે છે. આ બનાવોને પગલે ભારત-પાકિસ્તાન સરહદે વેપાર વ્યવહારો પર પ્રતિબંધ લદાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.