Abtak Media Google News

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે ત્યારે હવે પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ રમાવવાની છે.

ત્રણ મેચની શ્રેણીની શરૂઆત પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જો કે આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રથમ ટી-૨૦ ટીમ માટે ૧૨ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

ભારતીય ટીમ:-

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કે એલ રાહુલ, વૃષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.