Abtak Media Google News

Table of Contents

લઘુ ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પ્રદાન કરવા અદકેરૂ આયોજન

ટેક્ષટાઈલ, એન્જી. એન્ડ મશીન ટૂલ્સ,  ક્નસ્ટ્રકશન, પ્લાસ્ટીક, કીચનવેર એન્ડ હાર્ડવેર, સિરામિક એન્ડ લેમીનેટસ, બ્રાસપાર્ટસ તેમજ એગ્રીકલ્ચર ડેરી એન્ડ ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રનાં લઘુઉદ્યોગ માટે ઉજજવળ તક

૨૫ હજાર સ્કવેર મીટરનાં વિશાળ ગ્રાઉન્ડમાં ૫૦૦ જેટલા સ્ટોલ, ૧૨ રાજયની ૩૫૦થી વધુ કંપનીઓ ભાગ લેશે: બીટુબી માટે ખાસ વ્યવસ્થા

લઘુ ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રાજકોટનાં આંગણે આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે તા.૨૬ થી ૨૯ ચાર દિવસ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૦નું અદકેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૫ હજાર સ્કવેર મીટરનાં વિશાળ ગ્રાઉન્ડમાં ૫૦૦ જેટલા સ્ટોલ હશે ૧૨ રાજયની ૩૫૦થી વધુ કંપનીઓ ભાગ લેશે. ૪૦ હજારથી વધુ મુલાકાતીઓ પધારશે.

Dsc 0930

આ ફેરમાં ટેક્ષટાઈલ, એન્જીનીયરીંગ એન્ડ મશીન ટુલ્સ, ક્ધસ્ટ્રકશન, પ્લાસ્ટીક, કિચન વેર એન્ડ હાર્ડવેર, સિરામિક એન્ડ લેમીનેટસ, બ્રાસ પાર્ટસ તેમજ એગ્રીકલ્ચર, ડેરી એન્ડ ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રનાં લઘુઉદ્યોગ માટે ઉજજવળ તક છે. આ ફેરમાં સ્ટોલ ઉપર ૫૦ ટકા સબસીડી આપવામાં આવનાર છે. ફેરમાં રેલ્વે, શીપીંગ સહિતનાં ડિપાર્ટમેન્ટ તેમજ ખ્યાતનામ કંપનીઓનાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તેવું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતુ જેમાં લઘુઉદ્યોગ ભારતી ચેરમેન હંસરાજભા, ગજેરા, સૌરાષ્ટ્ર રીજનલ પ્રમુખ દિપક પટેલ, સૌરાષ્ટ્ર રીજનલ સેક્રેટરી અમૃત ગઢીયા, રાજકોટ પ્રમુખ ગણેશભાઈ ઠુંમર, રાજકોટ ઉપપ્રમુખ જયભાઈ માવાણી તેમજ રેડીકલ કોમ્યુનીકેશનનાં સીઈઓ સાનયાલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેરમાં સ્ટોલ બુકીંગ માટે મો.નં. ૭૯૨૬૪ ૦૧૧૦૧/૦૨/૦૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Banna For Site

મેળા થકી ઉઘોગકાર પોતાનું ઉત્પાદન સીધુ બજારમાં મુકે તેવો અમારો ઉદ્દેશ: હંસરાજ ગજેરા

Vlcsnap 2020 03 04 07H44M49S247

ઉઘોગ ભારતી ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આખા વિશ્ર્વમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. સાથે સાથે બીજી પરિસ્થિતિઓ અને પરિબળો ઉઘોગકારોને પીડીત કરી રહી છે. છતાં પણ આપણા રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં ડેવલોપ થયા છીએ તેમાં કાસ્ટીંગ છે. ફલોગીંગ છે. આના કારણે આપણને અહિંયા ઉઘોગકારો છે તે એકદમ સ્કીલ છે. પોતાની કોઠાસુઝ છે. એના કારણે કવોલીટીનો માલ ઓછી કિંમતમાં આપે છે. જેથી કરી આખા વિશ્ર્વમાં જે કાંઇ ઇન્ડસ્ટ્રીઝ છે તેનું ઘ્યાન રાજકોટ તરફ છે. રાજકોટમાંથી માલ ખરીદવા માંગે છે. એનો હોબેક  એ છે કે ડાયરેકટ માર્કેટમાં કસ્ટમર ટુ કસ્ટમર વેચાણ કરવું જોઇએ તેવી ક્ષમતા આપણા લધુ ઉઘોગકારોની નથી અને બીજું અને રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિશ્ર્વમાં જે શોધી થાય છે. તે પણ અહિ નથી કરી શકતા મીડીયેટર થ્રુ માર્કેટીંગ થતું હોય તો જે પ્રોફીટ મળવું જોઇતે મળતું નથી. તો આ ઉઘોગ દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝ એકઝીબીશન દ્વારા ડાયરેકટ પોતાની પ્રોડકટ માર્કેટમાં મુકે અને બ્રાંડડેવલોપ કરે અને પોતે લાભ મેળવે પોતાની બ્રાંડ અને પોતાનો વિકાસ થાય તે હેતુથી આ ફેરનું આયોજન કરાયું છે. સરકારનો પુરતો સપોર્ટ છે. અને લઘુ ઉઘોગ પણ અમારી સાથે છે. અમારો એવો પ્રયાસ રહેશે કે એક સારી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ પ્લેટફોર્મ પુરૂ પાડી શકી હતી. ૪૦૦ જેટલી કંપનીઓ ભાગ લેશે ગુજરાત અને બહારના ૧૧ સ્ટેટમાંથી પાર્ટીસીપેન્ટ આવશે તથા વીઝીટર પણ આવશે.

લધુ ઉઘોગ ભારતી વિશ્ર્વનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન: દિપક પટેલ

Vlcsnap 2020 03 04 07H46M36S819

લઘુ ઉઘોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રમુખ દિપકભાઇ પટેલ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉઘોગભારતી એક એવું સંગઠન છે જે આખા ભારતીય કક્ષાએ પ્રસરવાયેલું છે. વિશ્ર્વમાં સૌથી મોટું ઔઘોગિક સંગઠન હોય તો એ આ છે. ભારતના દરેક રાજયમાં આનુ નેટવર્ક પ્રસરાયેલું છે. જીલ્લા સ્તર સુધી જે પ્રસરાયેલું છે. લધુ ઉઘોગ ભારતીમાં નાના ઉઘોગ સ્થપાયેલા હતા તેના ડીમોલેશન માટે થઇ ને તોડવાના હતા. પરંતુ લધુઉઘોગ ભારતીએ તે તોડતા અટકાવ્યા હતા. આ સંગઠનનું કાર્ય એ છે કે નાણા ઉઘોગોનો અવાજ બને છે. બીજા કોઇ સબસીડી, ટેકસ જેવા અનેક પ્રશ્ર્નોનું સોલ્યુસન આપવા માટે કાર્ય કરે છે. આ વર્ષ ઉઘોગ માટે ખરાબ ગયું છે તેમને આવા ફેર દ્વારા સારૂ માર્કેટ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આઇ.આઇ.એફ.થી લઘુ ઉધોગોને માર્કેટીગમાં ખુબ ફાયદો થશે: ગણેશ ઠુંમર

Vlcsnap 2020 03 04 07H46M15S179

લઘુઉઘોગ સંસ્થાના રાજકોટ જીલ્લા અઘ્યક્ષ ગણેશ ઠુમરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ર૭મી જુન વિશ્ર્વ એમએસકી દિવસ જાહેર થયો છે. એટલે કે વિશ્ર્વમાના દરેક દેશ માનતા થયા છે કોઇપણ દેશની ઇકોનોમી નાના ઉઘોગો પર આધારીત છે. જયારે બે પહેલવાન ને કુસ્તીમાં ઉતારીએ તો એક પહેલવાન ને સારૂ ખાવા મળતું હોય અને બીજાને ઓછું ખાવા મળતું હોય તો એ હારી જ જવાનો છે. આપણે ઇન્ડીયાએ નાના ઉઘોગ છે તેને બધી રીતે પુરેપુરી સહાયતા આપવા માટે ઘ્યાન આપવું પડશે. લધુઉઘોગો ભારતી એવું સમજે છે કે જયારે નાના ઉઘોગોનું એક સંગઠન છીએ નાના ઉઘોગકાર કોઇપણ રીતે પ્રોડકસન સારી રીતે કરી શકે છે. હવે એમની માટે માર્કેટીંગ કરવું થોડું અધરું હોય છે. માકેટીંગનો કોન્સેપ્ટ છે. તેના પર ઘ્યાન આપી આ એકઝીબીશન ભારત લેવલે

કરી રહ્યા છીએ. લઘુઉઘોગ ભારતી આખા ભારતમાં પ્રસરાયેલું છે. અને આઇ.આઇ.એફ. ની બ્રાન્ડથી અલગ અલગ રાજયમાં આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં ર૦૧૭ માં ચોથો ફેર કરેલો છે બાકીના બે ફેર બીજા રાજયમાં થયો હતો. સાતમાં ફેર ફરી વખત ગુજરાતમાં કરવા જઇ રહ્યા છીએ  જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રની નાની ઇન્ડસ્ટ્રીઝ છે. જેનું પ્રોડકસન ખુબ સારું છે. તેને સારા લેવલના એકઝીબીશનમાં પ્લેટફોર્મ મળે જો સારૂ પ્લેટફોર્મ હશે તો બહારના રાજયમાંથી વિઝીટર્સ આવશે. જેનાથી માર્કેટીંગમાં ખુબ ફાયદો થશે આ એકઝીબીશનમાં ભારતના લગભગ બધા રાજયમાંથી વિઝીટર આવશે.

ફેરમાં બી ટુ બી માટે અલગ જગ્યા, ઉદ્યોગકારોનું ટાઇમ ટેબલ પણ તૈયાર કરી અપાશે: સાનયાલ દેસાઇ

Vlcsnap 2020 03 04 07H45M35S936

રેડીકલ કોમ્યુનીકેસનના ચીફ એઝયુકેટીવ ઓફીસર સાનયાલ દેસાઇએ અબતક સાથે વાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી અલગ-અલગ એકઝીબીશન ઓરંગનાઇમ કરીએ છીએ ભારત તથા ભારતની બહાર લઘુઉધોગ ભારત એક પોતાની બ્રાન્ચ છે. ગુજરાત ક્ષેત્રે આ બિજો પ્રવાસ છે. ૨૦૧૭માં એક આવીજ ફેટની આ વીજત કર્યો છે. રાજકોટમાં આયોજન કરવાનું ગુજરાત અને આખા વલ્ડમાં રાજકોટનું એક આગવું સ્થાન છે. રાજકોટને ધ્યાનમાં રાખીને સતત બીજા વખત આયોજન છે. છેલ્લે આયોજન કર્યુ તેના કરતાં દોઢ ગણું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ૪૦૧ કમ્પનીઓ પાર્ટીસીપેટ કરવાની છે. ૫૦ હજાર જેટલા લોકો અહીં વિઝીટ કરશે. રાજકોટ કાલે એક અદભૂત ડેકીરેમ અને ઇનફરાસ્ટકયર આપવા જઇ રહ્યા છીએ.  ગુજરાત તથા ગુજરાત બહારથી જે વિઝીટર આવી રહ્યા છે. તેના માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રોડકટસ બનાવો છે અને કોઇ વિઝીટરને એ પ્રોડકટમાં રસ છે. તે ફીકસ મીટીંગ કરી શકે કોઇ પણ પાટીશિપેટને ખબર હશે કે આ સમયે મારે આ પાર્ટીને મળવાનું છે. ચારીય દિવસ અમે પ્રીસેડપુલ બી ટુ બી મીટીંગનું આયોજન કરેલ છે. જેના માટે આખા એકઝીબીશનમાં એક અગલથી જગ્યા પણ આપી છે.

મેળામાં ભાગ લેનાર લઘુ ઉધોગના ઉત્પાદનને મળશે નવું પ્લેટ ફોર્મ: અમૃત ગઢીયા

Vlcsnap 2020 03 04 07H47M32S249

લઘુ ઉઘોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંત  સેક્રેટરી અમૃતભાઇ ગઢીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લઘુ ઉઘોગ ભારતી દ્વારા આયોજીત સાતમી ઇન્ડસ્ટ્રીયલ ફેર રાજકોટ ખાતે કરવા જઇ રહ્યા છે. લઘુ ઉઘોગ ભારતીમાં લધુઉઘોગો સૌરાષ્ટ્ર કચ્છમાં છે તેનું આંતર રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ મળે તે દ્રષ્ટિએ આ ફેર કરવાનું આયોજન છે. બીજા ફેર કરતા પ૦ ટકા કિંમતમાં આ ફેરમાં ભાગ લઇ શકે છે અને પોતાની બ્રાન્ડને પોતાની પ્રોડકટને હજારો લોકો સુધી મુકી શકે તેવો અમારો ઉદેશ્ય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.