Abtak Media Google News

મુંબઈમાં મળેલી બીસીસીઆઈની બેઠકમાં જાહેરાત: તારીખ હવે પછી જાહેરાત કરાશે: ખંઢેરી રમાશે બીજો ટેસ્ટ મેચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી ઓકટોબર માસમાં ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. મુંબઈમાં આજે મળેલી બીસીસીઆઈની પ્રોગ્રામ એન્ડ ફિકચર્સ કમિટીની બેઠકમાં આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે તારીખનું એલાન હવે પછી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમને ઈન્ટનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા ટેસ્ટ સેન્ટરની માન્યતા અપાયા બાદ નવેમ્બર-૨૦૧૫માં અહીં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાયો હતો. બેસ્ટમેનો માટે સ્વર્ગસમી ખંઢેરીની વિકેટ પર રમાયેલો પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો. આગામી ઓકટોબર માસમાં વેસ્ટઈન્ડીઝ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. જેમાં વેસ્ટઈન્ડીઝની ટીમ ટેસ્ટમેચ, વનડે અને ૨૦-૨૦ મેચ રમશે.

આજે મુંબઈ ખાતે બીસીસીઆઈની પ્રોગ્રામ એન્ડ ફિકસર્ચ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીનો એક ટેસ્ટ મેચ રાજકોટને ફાળવવામાં આવ્યો છે. જોકે આ અંગે હજુ સુધી તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

ખંઢેરી સ્ટેડિયમમાં અત્યાર સુધી બે વનડે, બે ૨૦-૨૦ મેચ અને એક ટેસ્ટ મેચ રમાયો છે. જેમાં ટીમ ઈન્ડિયા એક માત્ર ૨૦-૨૦ મેચમાં વિજેતા બની છે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામેના વન-ડેમાં ભારતે હારનો સામનો કરવો પડયો હતો. દરમિયાન ગત વર્ષે રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ૨૦-૨૦ મેચમાં પણ કોહલી સેનાનો પરાજય થયો હતો. જયારે અહીં રમાયેલો ઈંગ્લેન્ડ સામેનો એક ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો. બીસીસીઆઈએ વિન્ડીઝ પ્રવાસ દરમ્યાન રાજકોટને એક ટેસ્ટ મેચની ફાળવણી કરતા સૌરાષ્ટ્રના લાખો ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.