Abtak Media Google News

ટી ૨૦ એશિયા કપણ એક મહત્વપૂર્ણ મેચમાં ભારતે આજે કટ્ટર હરીફ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને ૪ વિકેટે સજ્જડ પરાજય આપીને   ટી ૨૦ મહિલા એશિયા કપના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ક્વાલાલમ્પુર ખાતે રમાયેલા ગ્રુપ મેચમાં પાકિસ્તાને  ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું નક્કી કર્યું હતું પણ તેનો આ અનિર્ણાય ખોટો જુગાર સાબિત થયો હતો અને ભારતના બોલરો સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું  હતું અને ૨૦ ઓવર પુરી થઇ ત્યારે પાકિસ્તાનની ટીમ ૭ વિકેટના ભોગે માત્ર ૭૨ રન જ બનાવી શક્યું હતું

પાકિસ્તાન વતી નહિદા  ખાન ૧૮ અને સાના  મીર ૨૦ રન બનાવ્યા હતા અને માત્ર બે જ મહિલા બેટધરો બે આંકડે પહોંચી હતી ભારત વતી એકતા બીસ્ટે  ૧૪ રનમાં  ૪ વિકેટ ઝડપી હતી જયારે બાકીના બોલરોએ ૧ -૧ વિકેટ ઝડપી હતી

જોકે ભારતની શરૂઆત પણ બહુજ નબળી રહી હતી અને પ્રથમ ઓવરમાં જ ભારતનો આધારસ્થંભ મિતાલી રાજ શૂન્ય રને અનામ અમીનના બોલમાં આઉટ થઇ ગયા બાદ દીપ્તિ શર્મા પણ તેજ બોલરનો શિકાર બની હતી અને તે પણ શૂન્ય રને આઉટ થતા ભારતના કેમ્પમાં પણ સોપો પડી ગયો હતો

પરંતુ અનુભવી સ્મૃતિ માનધાના  અને સુકાની હર્મન પ્રીત કૌરે બાજી સમ્ભાળી હતી અને ધીમે ધીમે સ્કોરને ૧૦ ઓવરના અંતે  ૩૩ સુધી પહોંચાડી દીધો હતો એ સમયે ભારતને બાકીના ૧૦ ઓવરમાં જીતવા માટે ૪૦ રનની  જરૂર હતી અને પાકિસ્તાનના બોલરોએ પણ ચુસ્ત બોલિંગ કરીને પાણી દેખાડી દીધું હતું અને ભારતના બેટધરોને રન લેવામાં મુશ્કેલી પડતી હતી પણ તેમ છતાં કૌર અને માંધાનાએ સાવચેતીપૂર્વક બેટિંગ કરીને કોઈ વધુ વિકેટ ન પડે અને પાકિસ્તાનના બોલરો ફરી મેચમાં આવી જાય તેવો કોઈ મોકો ન આપ્યો અને  બીજી વિકેટ માટે શાનદાર ૬૬ રન ઉમેરીને ભારતને વિજયી પોઝિશનમાં મૂકી દીધું હતું જોકે માંધાના ૩૮ રને આઉટ થયા હતા પણ   કૌરે  વિજયી બંદરી લગાવીને ભારતને ફાઇનલમાં પહોચાડ્યું હતું  કૌર ૩૪ રને નોટ આઉટ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.