Abtak Media Google News

-રોહિતશર્મા અણનમ ૧૨૪ રન અને મહેન્દ્રસિંહ ધોની અણનમ ૬૭ રનની શાનદાર ૧૫૭ રનની શાનદાર ભાગીદારીની મદદથી શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં ૬ વિકેટે હરાવી પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ૩-૦ આગળ થઇ ગયુ છે. અને સીરીઝ પર કરજો જમાવી લીધો છે. હવે બાકીની બે મેચો માત્ર ઔપચારિકતા રહી છે.

– ભારતને જીતવા માટે ૮ રન બાકી હતા અને ઇનિંગ ૪૪મી ઓવર ફેંકાઇ રહી હતી ત્યારે શ્રીલંકા દર્શકો પોતાની ટીમને હારતી જોઇ શક્યા ન હોતા અને મેદાન પર પાણીની બોટલ્સ ફેંકવાનું શ‚ કરી દેતા મેચ ૪૪મી ઓવર પુરી થઇ ત્યારે રોકી દેવી પડી હતી.

– તે સમયે રોહિત શર્મા ૧૨૨ અને ધોની ૬૧ રને ફ્રિઝ પર હતા અને ભારતનો સ્કોર ૪ વિકેટે ૨૧૦ રન હતો. મેદાન પરની સ્થિતિ જોતા અમ્પાયરનોએ થોડો સમય રાહ જોયા બાદ ખેલાડીઓને પેવેલિયનમાં પાછા દીધા હતા. ત્યારબાદ મેદાન પરથી તોફાની તત્વોને બહાર કરી દેવાયા હતા. અને મેચ ફરી શ‚ કરાઇ હતી. વધુ ૭ બોલમાં ભારતે વિજય મેળવી લીધો હતો.

– શ્રીલંકા જીત માટે આપેલા ૨૧૮ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૪ વિકેટ્સ માત્ર ૬૧ રન પર જ ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ ઓપનર રોહિત શર્મા (૧૨૪) અને મહેન્દ્રસિંહ ધોની (૬૭)ની જોડીએ અણનમ ૧૫૭રનની ભાગીદારી નોંધાવી ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.

– આ પહેલા ફરી એકવાર ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગના સહારે ભારતે પાલ્લેકેલે સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રીજી વન-ડેમાં ૫૦ ઓવર્સમાં માત્ર ૨૧૭ રન પર રોકી દીધુ હતું.

– શ્રીલંકા ઇનિંગમાં લાહિઝ થીરીમાને ૮૦ રન બનાવી સૌથી સફળ બેટ્સમેન રહ્યો પરંતુ તેને સામે છેડેથી કોઇ મજબુત પાર્ટનર મળ્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર ૨૭ રન આપી ૫ વિકેટ ઝડપી હતી.

– શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા તેની શ‚આત અત્યંત ખરાબ અને ધીમી રહી હતી. ૨૮ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધા બાદ દિનેશ ચંડિમલ (૩૬) અને લાહિ‚ થીરીમાને (૮૦) વચ્ચે ૭૨ રનની પાર્ટશિપ થઇ હતી.

– આ સમયે લાગતુ હતું કે શ્રીલંકા એક સન્માન જનક સ્કોર સુધી પહોંચી જશે પરંતુ ત્યાર બાદ નિયમિત અંત્રે વિકેટો પડતી રહી અને શ્રીલંકા ૫૦ ઓવર્સમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૨૧૭ રન જ બનાવી શક્યુ હતું ભારત તરફથી જસપ્રીત બુમરાહે કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૨૭ રન આપી ૫ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, કેદાર જાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.