Abtak Media Google News

મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ; ચોક્કા-છગ્ગાના વરસાદથી આઈપીએલ જેવો માહોલ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સ્વ. નાથાભાઈ ડોડીયાના સ્મરાણર્થે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રસીયાઓની ચાહના વધી રહી છે. પ્રથમ દિવસથી આજદિન સુધી સતત ક્રિકેટ ખેલાડીઓ અને તેમના પરિવારજનો, મિત્રોને ઉત્સાહ વધતો જોવા મળેલ છે. અને પ્રેક્ષકોની સંખ્યા પણ સતત વધારો થતો જાય છે. અને એક પારિવારીક માહોલ ઉભો થતો જોવા મળેલ છે.

આ ટુર્નામેન્ટમાં શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદિપભાઈ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ પરેશભાઈ પીપળીયા તથા વોર્ડ નં.૭ના પ્રમુખ જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા સતત હાજરી આપીને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.Img 20190518 Wa0056

ત્યારે આ ટુર્નામેન્ટમાં મેયર બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી તથા તેમના પત્ની ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, દર્શીતાબેન શાહ, અંજલીબેન રૂપાણી, કાશ્મીરાબેન નથવાણી, કુંવરબા, જયમીન ઠાકર, મનીષભાઈ રાડીયા, દલસુખભાઈ જાગાણી, હેમભાઈ ચૌહાણ, કમલેશભાઈ હિંડોચા, વિગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપેલ અને વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચ ખેલાડીઓને ઝાઝરમાન ઈનામ આપેલ છે.

આ ટુર્નામેન્ટમાં આજદિન સુધીની વિજેતા ટીમોમાં બ્લેક ટાઈગર, કાશી વિશ્વનાથ, નેહ‚નગર ઈલેવન, રામનાથપરા ઈલેવન, શિવશકિત ઈલેવન, બાલા હનુમાન ઈલેવન, જયદીપ ઈલેવન, બાલાજી ઈલેવન, ગવલીવાડ ઈલેવન, આશાપુરા ઈલેવન વિગેરે ટીમો વિજેતા થયેલ છે. અને આ ટુર્નામેન્ટ દરમ્યાન સૌથી વધુ ૧૨ ઓવરમા ૧૬૨ રન થયેલ છે. અને શાસ્ત્રીમેદાનમાં ચોકા તથા છકકાનો વરસાદ થયેલ અને ક્રિકેટ રસીકો આ ક્ષણે રાજકોટમાં આઈ.પી.એલ. ચાલુ હોય તેવો માહોલ જામી ગયેલ હતો.

આયોજક ટીમના નેજા હેઠળ જુદી જુદી કમીટીઓનાં કાર્યકર્તાઓ આશીષભાઈ વાગડીયા, જયેન્દ્રભાઈ ગોહેલ, કુલદિપસિંહ જાડેજા, સતીષભાઈ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઈ ડોડીયા, કિરીટભાઈ કામલીયા, સંદીપભાઈ ડોડીયા, પરેશભાઈ ડોડીયા, કેતનભાઈ સાપરીયા, દિપકભાઈ સાપરીયા, મોહિતભાઈ ગણાત્રા, રાહુલભાઈ દવે, સન્નીભાઈ ઝરીયા, પુર્વેશભાઈ ભટ્ટ, હિતેષભાઈ ઢોલરીયા, ધ્રુવભાઈ રાજા, હિરેનભાઈ ગાંગાણી, નિકુંજભાઈ વૈધ, જયભાઈ ગજજર વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.