Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે બજેટ અંગે કરવેરા સલાહકારનું વકતવ્ય યોજાયું

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન તથા રાજકોટ ટેક્ષ ક્ધસલ્ટન્ટ સોસાયટીના સયુંકત ઉપક્રમે  યોજવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૦૨૧ અંગે ગુજરાતના અગ્રણિય કરવેરા સલાહકાર મુકેશભાઈ પટેલના વકતવ્ય કાર્યક્રમમાં અંદાજપત્રની જોગવાઈઓની અસરો અંગે તેઓએ  વિગતવાર જાણકારી આપેલ હતી.

કેન્દ્રય બજેટનું વિશ્ર્લેષણ કરતા મુકેશભાઈએ ઈન્કમટેક્ષના નવા સ્લેબ વિષેની માહિતી આપી અને જણાવેલ કે કયાં-કયાં પ્રકારના છુટકારઅને લાભોને જતા કરવા પડશે જો આ કાયદામાં કરદાતા જોડાશે તો તેમજ ધધાંની આવક ધરાવનાર રીટર્ન ફાઈલ કરતી વખતે ઈન્કમટેક્ષની સ્કિમ માત્ર એકજ વખત બદલી શકશે ત્યાર બાદ બદલી શકેશે નહિ પરંતુ પગારદાર વર્ગ અથવા ખેતીની આવક ધરાવનાર રીટર્ન ફાઈલ કરતી વખતે ઈન્કમટેક્ષની  સ્કિમ બદલી શકશે. વધુમાં  એમ પણ  જણાવેલ કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ નવામાં જવાથી શું-શું લાભો ગુમાવવા પડશે, કોર્પોેરેટ ટેક્ષ ૨૨ ટકા રહેશે કોઈ પણ ઓથોરીટીમાં ચાલતો હોય તો કરદાતા ટેક્ષનું  પેમેન્ટ કરીએ વિવાદમાંથી મુકિત મેળવી શકશે  અને વિવાદ સે વિશ્ર્વાસ યોજનાનો ખાસ વધુમાં વધુમાં લાભ લેવા કરદાતાઓને જણાવેલ ચેરીટેબલ ટ્રસ્ટને ઓનલાઈન ઈલેકટ્રોનિક રજીસ્ટે્રશન કરાવવું  હવે ફરજીયાત છે. વધુમાં ૧૨એ.એ રજીસ્ટે્રશન પણ ઓનલાઈન કરાવવું  ફરજીયાત છે. ૮૦ જીમાં ડોનેશનની ડિટેઈલ્સ આઉટફિલ થઈને આવશે, ઓફોર્ડેબલ હાઉસીંગમાં એક વર્ષ વધારવામાં આવ્યું  છે.

એન.આર.આઈ ઈન્વેસ્ટમેન્ટ અને એન.આર.આઈ. કેટેગરી માટે બજેટમાં  જે સુધારા આવેલ છે તે બાબતે પણ  જણાવેલ જે ૫ ટકા થી ઓછા રોકડમાં બિઝનેશ કરે છે. તેઓ માટે ઓડિટની લીમીટમાં ૫ કરોડની લીમીટ થયેલ છે. આમ વગેરે બાબત ધ્યાન પર મુકી બજેટ અંગે વિસ્તૃત છણાવટ કરેલ. ત્યાર બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણો તરફથી બજેટ સંદર્ભે પુછાયેલ પ્રશ્ર્નના મુકેશભાઈએ વિગતવાર જવાબો આપી જરૂરી માર્ગદશર્ર્ન આપેલ, બજેટ કાર્યક્રમનું સમગ્ર સંચાલન રાજકોટ ચેમ્બરના માનદ્મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ અને આભારવિધી રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વસાણી કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.