Abtak Media Google News

આઇટી સેઝના પૂર્વ ડિરેક્ટર ઉપર કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો આક્ષેપ: ૧૬ સ્થળોએ સર્ચ ઓપરેશન

આવકવેરા વિભાગે બેનામી સંપત્તિ ધરાવતા સેઝના ડેવલપર ઉપર ધોસ બોલાવી છે. ચેન્નાઈના સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર પાસેથી બેનામી રૂ.૪૫૦ કરોડની આવક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.ચેન્નઈ, મુંબઈ અને હૈદરાબાદ સહિતના શહેરોમાં ૧૬ મિલકતો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈટી સેઝના પૂર્વ ડિરેકટર અને તેમના પરિવારના સભ્યો પાસેથી રૂ.૧૦૦ કરોડની બેનામી સંપત્તિ પણ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ કૌભાંડ આઈટી સેઝના પૂર્વ ડિરેકટર દ્વારા આચરાયું હતું. જેમાં તેણે કાગળ ઉપર બાંધકામ પ્રોજેકટ ચાલતો હોવાનું દેખાડ્યું હતું અને ખર્ચ રૂ.૧૬૦ કરોડનો ગણાવ્યો હતો. બોગસ ખર્ચ બતાવાયા હતા. કેપિટલ એકસ્પેન્સ, ક્ધસલ્ટન્ટ ફી જેવા ખર્ચમાં પણ કરોડો ગણાવવામાં આવ્યા હતા.મોરેશિયસ થી આવેલા મૂડીરોકાણ મુદ્દે પણ આવકવેરા વિભાગને શંકા જાગી હતી. કુલ રૂપિયા ૨૩૦૦ કરોડના આ મૂડી રોકાણમાં ગફલો હોવાનું ધ્યાને આવ્યું હતું. ભારતમાં ન રહેતા હોય તેવા રોકાણકારોને હિસ્સેદારી અપાઈ હોવાનું પણ ફલિત થયું હતું. વર્ષ ૨૦૧૭ ૧૮ માં ૨૩૦૦ કરોડના મૂડી રોકાણના નામે પરત લવાયા હતા જોકે આ મૂડી રોકાણમાં ક્યારે પણ કેપિટલ ગેઈન ને દર્શાવવામાં આવ્યું ન હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.