Abtak Media Google News

૪૫૦૦ ગામોમાં જન ભાગીદારીથી વન મહોત્સવ ઉજવાશે

ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજજીવન અને વૃક્ષો વચ્ચેનો નાતો અતૂટ જોવા મળે છે. આપણાં પૂર્વજોનો વસવાટ અને વ્યવસાય હંમેશા જંગલોમાં અને વૃક્ષોના સાનિધ્યમાં રહેતો હતો. તે સમયના આપણા ઋષિમુનિઓએ તે વૃક્ષો – વેલાઓનો

અભ્યાસ કરીને તેનો માનવ જીવનની તંદુરસ્તી માટે કેવી રીતે ઉપયોગ કરવો તેનું ચિંતન કરીને તેને ચિકિત્સાશાોમાં સન અપાવ્યું છે.

જેના ભાગરૂપે ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૪મા રાજયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી વન મહોત્સવ શરૂ કરીને નવો અભિગમ અપનાવ્યો છે. જેના ફળ સ્વરૂપે વર્ષ ૨૦૧૬ સુધી ૧૬ સાંસ્કૃતિક વનોની રચના થઇ ચૂકી છે. જેમાં પુનિત વન, માંગલ્ય વન, હરિહર વન, ભક્તિ વન, શ્યામળ વન,પાવક વન, વિરાસત વન, ગોવિંદગુરુ સ્મૃતિ વન, નાગેશ વન, જાનકીવન, ર્તીંકરવન, શક્તિવન, મહીસાગરવન, આમ્રવન, એકતાવન, શહિદવન   જેવા અનેક વનોનું નિર્માણ કરાયું છે.

વર્ષ ૨૦૧૮ માં ઉજવાય રહ્યો છે રાજ્યનો ૬૯ મો વન મહોત્સવ. જેની રાજ્યકક્ષાની ઉજવણી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સરસપુર ગામ નજીક રુદ્રમાતા મંદિર નજીક  ડેમ સાઇટ પર યોજાવાની છે .જે વનનું નિર્માણ થયું તેને ‘રક્ષિત વન’ નામ આપવામાં આવ્યું છે. જેમાં નદી કાંઠા ઉપર તૈયાર કરાયેલા આરોગ્યલક્ષી વૃક્ષો,રાશિ-નક્ષત્ર પર આધારિત અનેક વૃક્ષોનું  વાવેતર કરવામાં આવ્યું છે. તદુપરાંત ૮૫૦થી વધુ સ્ળો પર ૪૦ લાખ રોપાઓનું વાવેતર પણ કરવામાં આવશે.

વન મહોત્સવ એ પર્યાવરણ તરફ આગળ ધપવાનુ  મનુષ્યનું નકકર પગલું સાબિત ઈ રહ્યું છે. જેના કી ગુજરાત આજે વૃક્ષોના વાવેતરમાં દેશમાં દ્રિતીય સન પર છે.  તા રાજ્યમાં વસેલા જંગલો ઉપરાંત વન મહોત્સવ કી વાવેતર પામેલા  વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડી વધીને ૩૪.૩૫  કરોડ સુધી વિસ્તરી જવા પામી છે. જેનો સમગ્ર  શ્રેય રાજ્ય સરકારને ફાળે નોંધાય છે. આજે ગુજરાતમાં રક્ષિત વનની સંખ્યા વધી છે જે વન મહોત્સવનુ હરિયાળું પરિણામ છે.

૨૯ જુલાઈથી સમગ્ર રાજ્યના ૩૩ જીલ્લાઓના તમામ તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા ખાતે અને ૪૫૦૦ ગામોમાં જન ભાગીદારીથી વન મહોત્સવ ઉજવાશે. જેમા શાળા-કોલેજના વિર્દ્યર્થીઓ દ્વારા ર્પ્રાના સભામાં ‘વનોની આપણા જીવનમાં અગત્યતા અને વૃક્ષારોપણનું મહત્વ, તથા ગ્લોબલ વોર્મિંગની થતી અસરો અને નુકસાન, પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવી?  જેવા અનેક વિષયો પર વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં’ પર્યાવરણ બચાવો- વૃક્ષો વાવો’ના સંદેશાઓની રેલી યોજવાનુ  પણ આયોજન કરવામાં આવ્યું છે.

વૃક્ષો પ્રત્યેની આપણી સંવેદના તેને બચાવીને તેને નવજીવન પ્રદાન કરવાનો આ મહામૂલો અવસર છે. સાંપડેલા આ અમૂલ્ય વારસાનું આપણે સૌ સાથે મળીને સરકાર સાથે સહભાગી બનીને જતન કરીએ અને આપણી સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેની ફરજ અદા કરીએ એ સંકલ્પ લઈને આપણી શક્તિ મુજબ છોડની રોપણી કરીને ગુજરાતને નંદનવન અને હરિયાળું બનાવવાનો આપણે સૌ મકકમ સંકલ્પ લઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.