Abtak Media Google News

રૂપીયા ૧૪૩ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો: બ્રિજની લંબાઈ ૯૧૮ મીટર જયારે ૨૦.૮ મીટરની પહોળાઈ: લાઈફ સ્પાનની સ્ટ્રેન્થ ૧૦૦ વર્ષની આંકવામાં આવી

ગુજરાતના સૌપ્રથમ કેબલ આધારીત ફોર-લેન બ્રીજનું મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ કર્યું છે. આ બ્રીજને ઓગસ્ટ મહિનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ બ્રીજનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું હતું જોકે કોઈ કારણોસર વડાપ્રધાન મોદીની જગ્યાએ આજે વિજયભાઈ રૂપાણીએ બ્રીજનું લોકાર્પણ કર્યું છે.

સુરતનો આ કેબલ આધારીત બ્રીજ રૂ.૧૪૩ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બ્રીજનું નિર્માણકાર્ય વર્ષ ૨૦૧૦માં શરૂ થયું હતું. ૮ વર્ષ જેટલો લાંબો સમય આ બ્રીજ બનાવવા પાછળ ખર્ચાયો છે. વર્ષ ૨૦૧૪ની ૧૦ જુલાઈના રોજ બ્રીજ નિર્માણ સમયે અકસ્માતમાં ૧૦ મજુરોના મોત નિપજયા હતા ત્યારબાદ આ બ્રીજનું નિર્માણકાર્ય બંધ કરી દેવાયું હતું જોકે વર્ષ ૨૦૧૬માં આ કામ ફરી શરૂ થયું હતું.

156આ બ્રીજ બાંધવા માટે ચીનથી કેબલ મંગાવવામાં આવ્યા છે. અગાઉ અમેરિકા,શિકાગોમાં આ કેબલના પ્રયોગ થઈ ચુકયા છે. બ્રીજનો ૮૦ ટકા ભાર કેબલ ઉપર રહેશે જયારે વધારાનો ૨૦ ટકા ભાર ગ્રાઉન્ડના પીલર પર રહેશે. ફોર લેનના આ બ્રીજની લંબાઈ ૯૧૮ મીટરની છે અને પહોળાઈ ૨૦ મીટરની છે. કુલ ૧૬૩૨ કેબલનો ઉપયોગ બ્રીજ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ બ્રીજની વિકલ્પ કેપેસીટી ૪૦ હજાર પીસીયુ પર હવરની છે. જેનાથી બ્રીજની ક્ષમતાનો તાગ લગાવી શકાય છે. આ બ્રીજની મર્યાદા ૧૦૦ વર્ષની લગાવવામાં આવી છે.

14આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાતના સૌપ્રથમ કેબલ આધારીત બ્રીજનું સુરતમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રીજના લોકાર્પણ માટે સુરતવાસીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ બ્રીજ ઉપર ઉભા રહીને તાપી નદીનો અદભુત નજારો જોવા મળશે. લોકોમાં સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.