Abtak Media Google News

વધારે ભણેલી મહિલાઓ કુટુંબ નિયોજન માટે ગંભીર: એક સર્વેમાં બહાર આવેલી વિગતો

‘અધુરો ઘડો છલકાય વધુ’ તે કહેવત ભારતમાં કુટુંબ નિયોજન સમસ્યા સાથે સારી રીતે સંકળાયેલી છે. ભારતમાં સાવ અભણ મહિલાઓ કરતા ઓછુ ભણેલી મહિલાઓમાં સંતાનોના જન્મનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મહિલાઓમાં શિક્ષણ અને બાળકોનાં જન્મદર અંગે કરવામાં આવેલા એક સર્વેમાં આ વિગતો બહાર આવવા પામી છે. જન્મદર ઘટાડા માટે મહિલાનું સાવ અભણપણા કરતા ઓછુ ભણતર વધુ નુકશાનકારક હોવાનું જયારે મહિલાઓમાં ઉંચુ શિક્ષણ પણ જન્મદરને કાબુમાં રાખવામાં મદદરૂપ થતુ હોવાનું આ સર્વેમાં બહાર આવવા પામ્યું છે.

૨૦૧૭માં કરવામાં આવેલા મહિલાની પ્રજજન ક્ષમતા અંગેના સર્વેમાં મહિલાઓના આજીવન બાળ જન્મદરના પ્રમાણમાં શિક્ષણ અંગેની પરિસ્થિતિમાં ભારે વિસંગતતા દેખાઈ રહી છે. જન્મદરમાં સામાજીક રીતરસમો અને રાજયની સાંસ્કૃતિક પરંપરા ખૂબજ મોટો ભાગ ભજવે છે. તામિલનાડુની અભણ ગ્રામ્ય મહિલાઓમાં જન્મદર અને પ્રજોત્યતી ક્ષમતાનો દર ખૂબજ નીચો રહેવા પામ્યો છે. જયારે તમિલનાડુની આ અભણ મહિલાઓ કરતા બાળકો ઉત્પન્ન કરવામાં ઉત્તરપ્રદેશની સ્નાતક મહિલાઓ આગળ રહેવા પામી છે.

દેશમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં મહિલાઓની પ્રજાન્નક્ષમતામાં આશ્ર્ચર્યજનક રીતે સમગ્ર દેશમાં એક બાબત એક સરખી સામે આવી છે. કે અભણ મહિલાઓમાં કે જેમને ઓછામાં ઓછુ શિક્ષણ પણ નથી મળ્યું આવી મહિલાઓમાં બાળકોની પ્રજોત્સવનું પ્રમાણ ભણેલી મહિલાઓ કરતા ખૂબજ ઓછુ છે.

ભણતર સાથે જન્મદરના સર્વેના અનેક દાખલાઓમાં ઓછુ શિક્ષણ ધરાવતી મહિલાઓમાં અને સાવ અભણ મહિલાઓમાં ભણેલા ગણેલ મહિલાઓ કરતા બાળકોની સંખ્યા ઓછી હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૭નાં સર્વેમાં આ હકિકતે નિષ્ણાંતોને એ દિશામાં વિચારતો કરી દીધા છે કે જન્મદર ઘટાડવા માટે શિક્ષણ ખરેખર જરૂરી છે. ૨૦૧૬માં આવેલા સર્વેમાં ખૂબજ વિસંગતતા આવી હતી ઓછુ શિક્ષણ અને અધુરૂજ્ઞાન જન્મદર વધારવામાં નકારાત્મક પરિબળ તરીકે સામે આવે છે.

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ભણેલ ગણેલ મહિલાઓમાં સરેરાશ ૩ બાળકો અને સાવ અભણ મહિલાઓમાં એકથી બે ની વચમાં બાળકોની સંખ્યા હોવાનું બહાર આવ્યું છે.

ઓછા ભણેલા મહિલાઓમાં બાળકો પેદા કરવાની ક્ષમતા વધુ જોવા મળે છે. સ્નાતક અને તેના ઉપર અભ્યાસ કરનારી મહિલાઓમાં એક બાળક, દસથી બાર ભણેલી મહિલાઓમાં બે બાળક તેનાથી થોડુક ઓછુ ભણેલી મહિલાઓમાં બેથી વધુ બાળક અને હાઈસ્કુલથી ઓછુ ભણેલી મહિલાઓમાં ત્રણ કે તેથી વધુ બાળકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. જયારે નિશાળમાં કયારેય ગઈ જ ન હોય તેવી મહિલાઓમાં બાળ જન્મદરનું પ્રમાણ ૨ થક્ષ ૨.૫નું રહેવા પામ્યું છે. ભણેલી છોકરીથી ખૂબ વધુ ભણેલી છોકરી સુધીનાં લોકોમાં જન્મદરનું પ્રમાણ ખરેખર ઓછુ થતુ જવુ જોઈએ પરંતુ આ સર્વેમાં શિક્ષીત વર્ગની મહિલાઓ ખૂબજ ભણેલી યુવતીઓમાં બાળકોની સંખ્યા ૧.૪ટકા રહી છે. ધો.૧૨ થી ગ્રેજયુએટ સુધી જન્મદર ૧.૮ રહ્યો છે.દસમાં ધો. સુધી ભણેલી મહિલાઓમાં સરેરાશ ૨ બાળકો પ્રાથમિક માધ્યમિક સુધી ભણેલી મહિલાઓમાં ૨.૩નું જન્મદર માત્ર પ્રાથમિક શિક્ષણ લેનારી મહિલાઓમાં બાળકની પ્રમાણ ૨.૭ અને પ્રાથમિક શાળામાં ભણેલી છોકરીઓમાં સૌથી વધુ ૨.૧ રહ્યું છે. જયારે આશ્ર્ચર્યજનક સર્વેમાં સાવ અભણ મહિલાઓમાં સૌથી ઓછો જન્મદર ૨.૨ રહેવા પામ્યો છે. આમ જોવા જઈએ તો ખૂબજ વધુ ભણેલી મહિલાઓ વસ્તી નિયંત્રણ માટે ગંભીર હોય છે. પરંતુ અધુરૂ ભણેલી સ્ત્રીઓ સાવ અભણ મહિલાઓ કરતા બાળકો વધુ પેદા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.