વોર્ડ નંબર 9માં નગર સેવકો વીઆઇપી કલચરમાં જ્યારે લોકો સંપર્ક વિહોણા

વોર્ડ. ૯

નગર સેવકો વીઆઈપી કલચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

રાજકોટ મહાનગર પાલિકા હદ વિસ્તારમા આવેલ વોર્ડ નંબર ૯ ની જો વાત કરવામાં આવે તો છેલ્લી ટર્મમાં ભાજપના કોર્પોરેટરોએ જીત મેળવી હતી.છેલ્લી ૪ ટર્મથી વિસ્તારવાસીઓએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મુક્યો છે. વર્ષ ૨૦૨૧ની કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાનાં ઉમેદવારોને મેદાને ઉતારી રહી છે જો કે રાજકોટની તાસીર પ્રમાણે ત્રીજા વિકલ્પને લોકોએ ક્યારે પણ પસંદજ નથી કર્યા. વોર્ડ નંબર ૦૯ માં  કુલ વસ્તી ૭૯,૭૫૩ છે. જેમાં મતદારોની વાત કરવામાં આવે તો પુરુષ મતદાર ૩૪,૨૭૬ , સ્ત્રી મતદાર ૩૨,૯૩૭ છે . વોર્ડ નંબર ૦૯માં ભાજપના ગઢ માં ગાબડું પાડવા કોંગ્રેસ એડી ચોંટી નું જોર લગાવી રહી છે .ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી આ વોર્ડ ના પૂર્વ કોર્પોરેટર છે .કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે તેઓ ભાજપ સિવાય એક પણ અન્ય પક્ષ ની ગણતરી કરતા જ નથી.

સૌથી વધુ પબ્લિક ગાર્ડન વોર્ડ નં.૯માં, ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી પણ વોર્ડ ૯માં

ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી વોર્ડ ૯ મા આવેલ છે તો સૌથી વધુ પબ્લિક ગાર્ડન પણ વોર્ડ નંબર માં ૯ માં આવેલ છે. જો વોર્ડ ની સમસ્યાઓની વાત કરવામા આવે તો ડિઝિટલ સરકારી શાળાની લોકો માંગ કરી રહ્યા છે. સાથેજ કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ વીજ તાર લગાવવા લોકો માંગ કરી રહ્યા છે પરંતુ નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ આપી ૫ વર્ષ સુધી કોઇજ સમસ્યાનું સમાધાન માટે દેખાતા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Loading...