Abtak Media Google News

ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે ફળદાયી પરામર્શ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર યુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી યુત Erkinjon Turdimov ને સુપેરે માહિતગાર કર્યા હતા.

તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્ધતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

સમરકંદના ગવર્નર ગુજરાતની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા.

Img 20191020 Wa0086

આ હેતુસર સમરકંદ ગવર્નરએ ઉઝબેકિસ્તાનના બાયોટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો અને ખેડૂતોનું એક જોઈન્ટ વર્કીંગ ગૃપ ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે મોકલવાનો સૂઝાવ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પણ આ વર્કીંગ ગૃપની મૂલાકાત દરમિયાન રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

વિજયભાઇ રૂપાણીએ પ્રાકૃતિક ખેતીની વિશદ્ ભૂમિકા આપતાં સમરકંદ ગવર્નરને એમ પણ કહ્યું કે, આ ખેતીમાં ગૌમૂત્ર અને છાણનો અન્ય કુદરતી પદાર્થો સાથે ઉપયોગ કરવામાં આવે છે.

આ પદ્ધતિમાં એક ગાયના છાણ-મૂત્રથી અંદાજે ૧૦ હેક્ટર જમીનને પોષક તત્વ ખાતર તરીકે મળી રહે છે.

Img 20191020 Wa0075

આ બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્ર સહિત ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે મુખ્યમંત્રી અને સમરકંદ ગવર્નર વચ્ચે ફળદાયી વિચાર વિમર્શ થયો હતો.

ગુજરાત પ્રતિનિધિમંડળના ઉચ્ચ અધિકારીઓ, ડેલિગેટ્સ તેમજ સમરકંદ-ઉઝબેકિસ્તાનના મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર તેમજ ઇનોવેટીવ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદમાં બિઝનેસ ટુ બિઝનેસ બેઠકોની શ્રૃંખલા સમરકંદ ગવર્નર યુત Erkinjon Turdimov ની ઉપસ્થિતિમાં યોજી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાત ભારતમાં વિકાસનું રોલ મોડેલ અને વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ સમરકંદ-ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ-વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ-રોકાણની તકો માટે આમંત્રિત કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત હવે વિશ્વના વેપાર-ઉદ્યોગો-રોકાણો માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે ત્યારે ફાર્મા, ઓટો પાર્ટસ, એગ્રો પ્રોસેસિંગ અને ટેક્ષટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના ઉદ્યોગકારોને વ્યવસાય વિકાસમાં મદદરૂપ થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.