આજના યુગમાં મનોવિજ્ઞાન સૌથી વધુ વ્યવહારિક બન્યું છે: ડો.કમલ પરીખ

269

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાતનો સૌપ્રથમ મનોવિજ્ઞાન મેળો યોજાયો

મેળાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી અને કુલનાયક ડો.વિજય દેસાણી દ્વારા કરાયું

મનોવિજ્ઞાન મેળામાં મોરબી, ભાવનગર, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાનિક રોગોના સંદર્ભમાં ચાર્ટ પ્રદર્શન રજુ કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ ગુજરાત રાજયનો સૌપ્રથમવાર મનોવિજ્ઞાન મેળો યુનિવર્સિટીના રંગમંચ મેદાન ખાતે યોજાયો હતો. આ મેળાના ઉદઘાટનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી અને કુલનાયક ડો.વિજય દેસાણી દ્વારા કરવામાં આવ્યું હતું. મનોવિજ્ઞાન કસોટીનું નિદર્શન, મનોવૈજ્ઞાનિક રોગોના સંદર્ભમાં જુદા-જુદા ચાર્ટનું પ્રદર્શન જામનગર, મોરબી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટની કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચિંતા, ડિપ્રેશન, મનોભાર, આક્રમકતા અને તરૂણોની સમસ્યા વગેરે વિષયોનું યોગ્ય સલાહ ભવનના તેજસ્વી વિદ્યાર્થીઓ અને પીએચડી વિદ્યાથીઓ દ્વારા અપાયેલી હતી. સાથોસાથ જાણીતા ડો.કમલ પરીખ રોગો પર મનોવિજ્ઞાન અસર વિશે પોતાનું વ્યાખ્યાન રજુ કર્યું હતું.

ડો.કમલ પરીખે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, આ જમાનામાં ન્યુટ્રીશનની કોઈએ નિંદા કરવી જોઈએ નહીં. મનોવિજ્ઞાન લોકોને ખુશ કરવાનું પણ કાર્ય કરે છે. પહેલા માણસો એકબીજાની ઘરે જતા કારણકે એકબીજાના સારા વિચાર, સારા રિવાજો પોતાનામાં આવે અને આવું વર્તમાન સમયમાં થાય તેની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. ૨૧મી સદીમાં માઈન્ડ પાવર જ સૌથી મોટો પાવર ગણી શકાય. આજના જમાનામાં મનોવિજ્ઞાન એ સૌથી વ્યવહારિક સાબિત થયું છે. શાળામાં તેમજ અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ અને અપક્ષમતાના કારણો, વેચાણમાં વિજ્ઞાપન એટલે કે જાહેરાત દ્વારા સામાન્ય લોકોને છેતરવામાં આવે છે તેની ટેકનીકો બતાવીને લોકજાગૃતિ લાવી શકાય તેમજ આ મનોવિજ્ઞાન મેળાથી શારીરિક, માનસિક અથવા મનોવિજ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે તેની જાણકારી પણ મેળવી શકાશે. શિક્ષણને અસરકારક બનાવવા યોગ્ય શૈક્ષણિક પઘ્ધતિઓ દ્વારા ભારતના ચારિત્ર્ય અને વ્યકિતત્વને સંતુલિત અને સર્વાંગી વિકાસ માટે મનોવિજ્ઞાન ખુબ જ મદદરૂપ થઈ શકે તેમ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, મનોવિજ્ઞાન મેળો એ મારા ગુરુજનો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો માર્ગ બન્યો છે. વ્યકિતની તાસીર બદલાય ત્યારે સમાજની તસવીર બદલાય છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વ્યકિતને તાસીર સતત બદલાતી રહે છે ત્યારે સામાજિક સ્થિરતા, શાંતી, સલામતી સતત જોખમાય ત્યારે મનોવિજ્ઞાનનું ખુબ જ મહત્વ રહેલું છે. વિશ્વના તમામ માનવ જીવનની તમામ સમસ્યાઓના સ્પર્શો અને પરિવર્તન માટે ખુબ જ મનોવિજ્ઞાન છે. પ્રકૃતિના સંવર્ધન તરફ જવા માટે મહત્વ મનોવિજ્ઞાનનું છે તેની શરૂઆત કરવી જરૂરી બને છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, માનવજીવનની તમામ સંસ્થાઓના ઉકેલો ભારતીય ધર્મ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં છે જેમાં વૈદો અને ભગવતગીતા એ મનોવિજ્ઞાનના માર્ગદર્શન માટેનો ઉતમ ગ્રંથ છે. હાલના જમાનામાં મનોવિજ્ઞાનિક ક્ષતિઓ શોધવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.

Loading...