વવાણીયા ગામે રામબાઈ માતાજીની જગ્યાએ નૂતન વર્ષે અન્નકુટ ઉત્સવ અને સ્નેહમિલન

203

મંદિર પરિસરમાં અન્નક્ષેત્ર, ગૌશાળા, ક્ધયા છાત્રાલય કાર્યરત: ૧૭૫ વિઘા જમીનમાં ઉગતું અનાજ-ઘાસચારો મંદિર માટે વપરાય છે: ધર્મપ્રેમીઓ અબતકની મુલાકાતે

આહિર સમાજના આરાધ્ય દેવી માતૃશ્રી રામબાઈમાંની જગ્યા વવાણીયા ગામ મોરબી માળીયા ખાતે પરંપરાગત નુતન વર્ષ તા. ૮-૧૧ને ગુરુવારના રોજ સવારે મંદિરે અન્નકુટ ઉત્સવ, સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તથા બપોરે પ્રસાદનું આયોજન દાતા ધી‚ભાઈ હરિભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે સર્વે ભાવિકોને લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.ધર્મોત્સવને સફળ બનાવવા આયોજકો ગીગાભાઈ રાઠોડ, ધી‚ભાઈ રાઠોડ, પુનાભાઈ મૈયડ, દિલીપભાઈ બોરીચાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અબતક સાથેની વાતચીતમાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે દર વર્ષેે રામબાઈર્માંની જગ્યામાં સ્નેહ મિલન અને અન્નકુટ ઉત્સવ ઉજવાઈ છે અને આશરે ૫ થી ૭ હજાર ભાવિકો આ ધર્મોત્સવનો લાભ લે છે. મંદિરે સવારે અન્નકુટ, સ્નેહમિલન અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વવાણિયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈના મંદિરની અન્ય પ્રવૃત્તિઓમાં નિ:શુલ્ક અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા ચાલી રહી છે. વિશાળ ધર્મશાળામાં રહેવા તથા જમવાની સુવિધાઓ પણ છે. ગૌશાળામાં આશરે ૧૦૦ જેટલી ગીર ગાયનું સંવર્ધન કરવામાં આવે છે. મંદિર નજીકની ૧૭૫ વિઘા જેટલી જમીનમાં અનાજ ઘાસચારો ઉગાડવામાં આવે છે તેની ઉપજ અને ઘાસ મંદિર અને ગૌશાળા માટે વાપરવામાં આવે છે.

મંદિર પરિસરના કન્યા છાત્રાલયમાં આશરે ૫૦૦ જેટલી દિકરીઓ સંકુલમાં અભ્યાસ કરે છે. જેનું સંચાલન માતૃશ્રી રામબાઈમાં મંદિર ટ્રસ્ટીમંડળના સભ્યો ગીગાભાઈ રાઠોડ, જશુભાઈ રાઠોડ, રાવતભાઈ ડાંગર, કાનાભાઈ મિયાત્રા, જેસંગભાઈ રાઠોડ, કિશોરભાઈ ડાંગર, મેણંદભાઈ ડાંગર, ચંદુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડીયા, જેઠાભાઈ મિયાત્રા, ઉગાભાઈ રાઠોડ, ધી‚ભાઈ ખાંભરા, ધી‚ભાઈ રાઠોડ, પુનાભાઈ મૈયડ, ધી‚ભાઈ ડાંગર, અરજણભાઈ મકવાણા, રોહિતભાઈ ચાવડા, ભાવેશભાઈ રાઠોડ, જલાભાઈ રાઠોડ, જેસંગભાઈ ડાંગર, દિનેશભાઈ બોરીચા, પરબતભાઈ હુંબલ, અમુભાઈ ડાંગર, દિલિપભાઈ કાનગડ, ચંદુભાઈ મિયાત્રા, વિજયભાઈ રાઠોડ, જેસંગભાઈ હુંબલ, પ્રભાતભાઈ મૈયડ, કાનજીભાઈ મકવાણા, દિલિપભાઈ કવાડીયા સહિતનાઓ કરી રહ્યા છે.

એવું કહેવાય છે કે, સન ૧૮૩૬થી આહિર સમાજના દિકરી રામબાઈ માતાજીએ માત્ર ૧૮ વર્ષની વયે સંસાર છોડીને પ્રભુભક્તિની સાથે સાથે સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યા છે. આ પરંપરાને આહિર સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે.

આ ધર્મોત્સવમાં સર્વે સમાજના ભાવિકોને ઉમટી પડવા મહંત જગન્નાથજી મહારાજ, પ્રભુદાસજી ગુ‚ જગન્નાથજી તથા કિશનદાસજી ગુ‚ જગન્નાથજી દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

Loading...