Abtak Media Google News

Table of Contents

માં વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા વાર્ષિક રૂ.૩ લાખથી વધારી રૂ.૪ લાખ કરવામાં આવી: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની બજેટ દરમિયાન જાહેરાત

ગુજરાત સરકારના વચગાળાનું બજેટ આજે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે વિધાનસભાગૃહમાં રજુ કયુર્ંં હતું. જેમાં અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. રાજયમાં માં વાત્સલ્ય યોજના હેઠળ હવે વાર્ષિક ૫ લાખ સુધીની તબીબી સારવારનો તમામ ખર્ચ રાજય સરકાર ઉઠાવશે. આટલું જ નહીં માં યોજનામાં આવક મર્યાદા વાર્ષિક રૂ.૩લાખથી વધારી ૪ લાખ કરવામાં આવી હોવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના અમલમાં મુકવામાં આવી છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓનો વાર્ષિક ૫ લાખ સુધીનો સારવાર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. ગુજરાતમાં રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી માં વાત્સલ્ય યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં લાભાર્થીઓનો વાર્ષિક ૩ લાખ સુધીનો સારવાર ખર્ચ રાજય સરકાર ઉઠાવે છે.

Dsc 9408

આ યોજનાનો લાભ રાજયમાં ૬૫ લાખ જેટલા પરીવારો લઈ રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાની માફક માં યોજનામાં પણ વાર્ષિક ૫ લાખ સુધીનો સારવાર ખર્ચ રાજય સરકારે ઉઠાવવો જોઈએ તેવી ધારાસભ્યોની માંગણી અને લાગણીને માન આપવામાં આવ્યું છે. હવેથી માં વાત્સલ્ય યોજના હેઠળ રાજય સરકાર લાભાર્થી પરીવારને વાર્ષિક રૂ.૫ લાખ સુધીનો સારવાર ખર્ચ ઉઠાવશે. આટલું જ નહીં માં યોજના અંતર્ગત આવક મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આવક મર્યાદા ૩ લાખથી વધારી ૪ લાખ કરી દેવામાં આવી છે. અગાઉ આ યોજનાનો લાભ ૬૫ લાખ પરીવારોને મળતો હતો દરમિયાન આવક મર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ૧૫ લાખ વધુ પરીવારોને આ યોજનાનો લાભ મળશે.

અમદાવાદથી શંખેશ્વર સુધી ૧૦૩ કિમી લાંબી પગદંડી બનાવાશે પગદંડી બનાવવા માટે રૂ.૨૦ કરોડ ફાળવાયા: મહારાજ સાહેબ અને મહાસતિજીના વિહારમાં રહેશે અનુકુળતા

વિહાર દરમિયાન માર્ગ અકસ્માત સર્જાવાના કારણે જૈન સમાજના મહારાજ સાહેબ અને મહાસતિજીઓ અકાળે મોતને ભેટતા હોવાની ઘટનાઓને પગલે જૈન સમાજમાં છેલ્લા ઘણા સમયથી એવી માંગણી ઉઠી રહી હતી કે રાજય સરકાર દ્વારા હાઈવે પર પગદંડી બનાવવામાં આવે. આજે ગુજરાત સરકારનું વચગાળાનું બજેટ રજુ કરતી વેળાએ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે, સરકાર દ્વારા રૂ.૨૦ કરોડના ખર્ચે અમદાવાદથી સંખેશ્વર સુધીના ૧૦૩ કિલોમીટરના વિસ્તારમાં પગદંડી બનાવવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, અમદાવાદથી સંખેશ્વર વચ્ચે ૧૦૩ કિલોમીટરના વિસ્તારમાં પગદંડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી જૈન સમાજના મહારાજ સાહેબ અને મહાસતીજીઓના વિહારમાં અનુકુળતા રહેશે સાથો સાથ અકસ્માતના બનાવમાં પણ ઘટાડો નોંધાશે. આ બંને સ્થળોએ જૈન તીર્થ આવેલા હોવાના કારણે પ્રથમ તબકકે અમદાવાદથી સંખેશ્વર વચ્ચે પગદંડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તબકકાવાર રાજયભરમાં જયાં જૈન તીર્થો આવેલા છે તેને જોડવા માટે પગદંડી બનાવવામાં આવશે તેવી ઘોષણા પણ કરાઈ છે.

આશા ફેસીલેટરોનો રૂ.૨ હજાર, આંગણવાડી બહેનોને રૂ. ૯૦૦ અને તેડાગરોને રૂ. ૪૫૦નો વેતન વધારો

રાજય સરકારના વર્ષ ૨૦૧૯-૨૦ના વચગાળાનું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતીન પટેલે જાહેરાત કરી હતી કે આશાફેસીલેટરોનું માસીક વેતન રૂ.૨૦૦૦ આંગણવાડી બહેનોને રૂ. ૯૦૦ અને તેડાગરરોને રૂ. ૪૫૦નું વધારો આપવામાં આવ્યો છે. છેલ્લાઘણા સમયથી આ તમામ કર્મચારીઓને વેતન ઓછુ હોવાથી વધારાનીમાંગ કરતા હતાત્યારે રાજય સરકાર દ્વારા આ કર્મચારીઓનો વેતન વધારો કરી દેવામાં આવ્યો છે

ખેડુતોને લોન માટે રૂ.૫૦૦ કરોડનું રિઝર્વ ફંડ ઉભુ કરાશે

રાજય સરકાર દ્વારા ખેડુતોને લોનના વ્યાજ પર સહાય આપવામાં આવી રહી છે. આ સાથે કેન્દ્ર દ્વારા પણ આ પ્રકારે સહાય ખેડુતોને અપાઈ રહી છે. પરંતુ આ સહાય બેંકમાં સમયસર પહોચતી નહોવાના કારણે ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડતી હતી આ અંગે ફરીયાદોમળતા રાજય સરકારે ૫૦૦ કરોડનું રીઝર્વ ફંડ ઉભુ કરવાની બજેટમાં જોગવાઈ કરી છે.

૫ હજાર હેકટર જમીનમાં ૨૫ હજાર જીંગા ઉછેર કેન્દ્ર બનશે

વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરતા નાણાંમંત્રીએ જણાવ્યું હતુ કે દરીયા કિનારે જીંગા ઉછેર કેન્દ્રો શરૂ કરવા માટે ૫ હજાર હેકટર જમીન ફાળવવામાં આવશે આ જમીન પર કુલ ૨૫ હજાર જીંગાઉછેર કેન્દ્ર બનાવવમાં આવશે જમીન પર જે રીતે ખેતી થાય છે. તે જ રીતે માછીમારો દરીયામાંખેતી કરે છે. તેઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માછીમારોને ડીઝલ પર મળતી સબસીડીમાં રૂ.૩નો વધારો

ગુજરાત રાજય ૧૬૦૦ કિલોમીટરનો દરીયાકિનારો ધરાવે છે. આ વિશાલ દરીયા કિનારાનો લાભ લઈને મોટી સંખ્યામાં માછીમારીનો વ્યવસાય કરીને પેટયુ રોળવે છે. ત્યારે તેઓનાવિકાસ માટે સરકાર બોટના ડીઝલ માટે રૂ.૧૨ની સબસીડી આપે છે. ત્યારે મોંઘવારીને ધ્યાને લઈને રાજય સરકારે આ સબસીડીની રકમ રૂ. ૧૨ થી વધારીને રૂ.૧૫ કરી આપી છે.

પાકિસ્તાન જેલમાં રહેલા કેદીઓના પરિવારોનું નિર્વાહ ભથ્થુ બમણુ કરાયું

ગુજરાતમાં રહેતા અને માછીમારી કરવા ગયેલા હોય તેઓને પાકિસ્તાન મરીન દ્વારા પકડી લઈને જેલમાં ધકેલવામાં આવેલા હોય તેવા માછીમારોના પરિવારને રાજય સરકાર દ્વારા દૈનિક ૧૫૦નું નિર્વાહ ભથ્થુ આપેછે. જે મોંઘવારીને ધ્યાને લઈને સરકાર દ્વારા બમણું કરી દેવામાં આવ્યું છે. જેથી હવેથી પાકિસ્તાન જેલમાં રહેલા કેદીઓના પરિવારોને રાજય સરકાર દ્વારા દૈનિક રૂ.૩૦૦નું નિર્વાંહ ભથ્થુ આપવામા આવશે.

જળ સંચય અભિયાનમાં સરકાર ૬૦ ટકા ખર્ચ ભોગવશે

ગત વર્ષથી અમલમાં મૂકાયેલા જળ સંચયના સુઝલામ સુફલામ અભિયાનને ભારે પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાન હેઠળ જીલ્લા કક્ષાએથી તમામ ગ્રામય વિસ્તારોમાં તળાવ અને નદીઓનું સ્તર ઉંડુ ઉતારવાનું કામ કરવામાં આવે છે. આ અભિયાન લોકભાગીદારીથી ચલાવવામાં આવે છે. જેમાં ૫૦ટકા સરકાર અને બાકીનો ૫૦ ટકા લોકો ખર્ચ ભોગવે છે. આ બજેટમાં જોગવાઈ કરવામા આવી છેકે હવેથી સરકાર ૬૦ ટકા ખર્ચ ભોગવશે અને બાકીનો ૪૦ ટકા ખર્ચ લોકોને ઉઠાવવાનો રહેશે.

વિધવા બહેનોના પેન્શનમાં ૨૫ ટકાનો વધારો,નડતર રૂપ શરત પણ દૂર કરાઈ

વષૅ ૨૦૧૯-૨૦ના બજેટમાં રાજયની ૧.૫૦ લાખ વિધવા બહેનો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજય સરકાર દ્વારા વિધવાબહેનો અપાતા પેન્શનની રકમા રૂ.૧૦૦૦થી વધારીને ૧૨૫૦ કરીદેવામાં આવી છે. આ ઉપરાંત એક નડતર રૂપ શરતને પણ દૂર કરવામાંઆવી છે. અગાઉ એવી શરત હતીકે જે વિધવા મહિલાનો પુત્ર ૧૮ વર્ષ વટાવીગયો હોય તેને સહાયમાંથી રદ કરી દેવામાં આવતા હતા પરંતુ હવેથી પુત્રની ઉંમર ગમેતેટલી થાય તો પણ વિધવા મહિલાનું પેન્શન આજીવન ચાલુ જ રહેશે. આ જોગવાઈ માટે રાજય સરકાર રૂ. ૩૨૫ કરોડનો ખર્ચ ભોગવશે.

વૃધ્ધોને અપાતા પેન્શનમા ૫૦ ટકાનો વધારો

વષૅ ૨૦૧૯-૨૦ના બજેટમાં નાણામંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા વૃધ્ધોને રૂ.૫૦૦નું પેન્શન આપવામાં આવે છે. રાજયના કુલ ૭.૫૦ લાખ સીનીયર સીટીઝનો આ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. મોંઘવારીને ધ્યાને લઈને તેઓના પેન્શનમાં ૫૦ ટકાનો વધારોકરવામાં આવ્યો છે. જેથી હવેથી સીનીયર સીટીઝનોને પેન્શનમાં રૂ. ૭૫૦ આપવામાં આવશે.

રોડ રસ્તાના નેટવર્ક માટે રૂ..૨ હજાર કરોડની જોગવાઈ

વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરતી વેળાએ નાણાંમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે પાકા રસ્તા થઈ ગયા છે. વધુમાં તમામ ગ્રામ્ય વિસ્તારોને હજુ પણ વધુ વિકસીત બનાવવા માટે રસ્તાના નેટવર્ક માટે ખાસધ્યાન દેવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાત રાજય ૧.૧૪ લાખ કીમીનુંરોડ રસ્તાનું નેટવર્ક ધરાવે છે. આ નેટવર્ક વધારવા માટે રૂ. ૨ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.