ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે આફ્રિકાને ઈનિંગ્સ અને ૫૩ રને મ્હાત આપી

ઈંગ્લેન્ટ ટેસ્ટ સિરીઝમાં ૨-૧ થી આગળ : ૧૧ વર્ષ પછી દક્ષિણ આફ્રિકા ઘર આંગણે એક ઈનિંગ્સથી હાર્યું : અંતિમ ટેસ્ટ ૨૪મી જાન્યુઆરીથી શરૂ થશે

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૪ ટેસ્ટ મેચની સીરીઝ રમાઈ રહી છે જેમાં હાલ ઈંગ્લેન્ડ ૨-૧થી આગળ ચાલી રહ્યું છે. સાઉથ આફ્રિકાની ટુર પર આવેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટ મેચ એક ઈનીંગ અને ૫૩ રને જીતી લીધેલી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ઓલીપોપનાં ૧૩૫ અને બેન સ્ટોકસનાં ૧૨૦ રનની મદદથી તેનો પ્રથમ ૪૯૯ રને ડિકલેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનીંગમાં ૨૦૯ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. ફોલોઓન દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમે ૨૩૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેથી ટીમ એક ઈનીંગ અને ૫૩ રને હારી ગઈ હોવાનું સામે આવ્યું છે. કેશવ મહારાજ અને ડેન પેર્ટસને અંતિમ વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી કરી હતી જોકે તે મેચ બચાવવા પુરતી સાબિત થઈ ન હોવાનું પણ સામે આવ્યું છે.

ઈંગ્લેન્ડે ૧૯૫૬ થી ૧૯૫૭ પછી પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં સતત બે ટેસ્ટ જીત્યું છે જયારે આ ટેસ્ટ મેચમાં જો રૂટે ૪ વિકેટ ઝડપી હોવાનું પણ સામે આવ્યું છે. દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી ઈંગ્લેન્ડની ટીમ હાલ ૨-૧થી આગળ ચાલી રહી છે ત્યારે ૧૧ વર્ષ પછી ઘરઆંગણે એક ઈનીંગ્સથી દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત હાર્યું છે ત્યારે આગામી ચોથી ટેસ્ટ ૨૪ જાન્યુઆરીનાં રોજ જોનીસ બર્ગ ખાતે રમાશે. સાઉથ આફ્રિકાએ ગત ૧૯૯૯ અને ૨૦૦૦ની સાલમાં નાસિર હુસેનની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકા સાથે ટેસ્ટ મેચ રમવા આવી હતી જેમાં દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન હેન્સી ક્રોન્ઝીની આગેવાનીમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડયો હતો ત્યારે આગામી ૨૪મી તારીખે રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણકે ઈંગ્લેન્ડ આફ્રિકા સામે ૨-૧થી આગળ ચાલી રહ્યું છે ત્યારે જો સાઉથ આફ્રિકા છેલ્લો ટેસ્ટ મેચ જીતે તો ટેસ્ટની સીરીઝ ૨-૨થી સરભર થઈ શકે છે પરંતુ ઈંગ્લેન્ડ છેલ્લી ટેસ્ટ મેચ જીતે તો ૩-૧થી લીડ મળી શકે છે પણ જયારે મેચ ડ્રો થતા ઈંગ્લેન્ડ શ્રેણી ૨-૧થી જીતી શકશે. જયારે છેલ્લો મેચ અત્યંત રસપ્રદ બની રહે તેવું લાગી રહ્યું છે.પ્રથમ ઈનીંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી બેટીંગ કરતા ડી કોકે સર્વાધિક ૬૩ રન નોંધાવ્યા હતા જયારે ડીન એલગરે ૩૫ રન, ફિલિન્ડરે ૨૭ રન અને વેન્ડર ડિવસને ૨૪ રન કર્યા હતા. ફોલોઓન થતા જયારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી વખત બેટીંગ કરવા આવી પહોંચી જેમાં સર્વાધિક કેશવ મહારાજે ૭૧ રનની ઈનીંગ રમી હતી ત્યારબાદ ડુપ્લેસીસ ૩૬ રન અને ડેન પેટરસન ૩૯ રનની ઈનીંગ રમી હતી. જયારે ઈંગ્લેન્ડ તરફથી બોલીંગ કરતા જો રૂટે ૪ વિકેટ જયારે માર્ક વુડે ૧ વિકેટ ઝડપી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.

Loading...