Abtak Media Google News

જીવનમાં પડકારોનો સામનો કરવાનું બળ ભગવદગીતામાંથી મળે છે: ડો.કમલ પરીખ

લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયોજીત નશું કરીએ તો સદાય સાજા રહીએ ?થ પ્રવચન શ્રેણી અંતર્ગત તમે અને ભગવદગીતા વિશે ડો.કમલ પરીખના ૨૦૦માં પ્રવચનનું આયોજન લાઈફ બિલ્ડીંગ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ચંદ્રકાન્ત કોટીચા દ્વારા શું કરીએ તો સદાય સાજા રહીએ યાત્રા વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રવચનમાં ડો.કમલ પરીખે જણાવ્યું હતું કે, માનવ જીવનમાં અનેક પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

આવા સંજોગોમાં ગીતાનો સંદેશ પ્રેરિત કરે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સમભાવમાં રહી અને સાક્ષી બની પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. સમય પરિવર્તનશીલ છે જે સતત બદલતો રહે છે. કાર્યક્રમના અંતમાં વિરાણી સ્કૂલના ટ્રસ્ટી જયંતભાઈ દેસાઈ, રમેશભાઈ વિરાણી અને કિશોરભાઈ ત્રિવેદી દ્વારા ડો.કમલ પરીખનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે લાઈફનાં સીનિયર સીટીઝન યોગમેમ્બર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.