Abtak Media Google News

આગામીતારીખ ૨૯ને ગુરુવારના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ ની મુલાકાતે આવી રહ્યા હોવાથી ગઈકાલે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની અધ્યક્ષતામાં મોરબી ખાતે ભાજપના હોદેદારોની બેઠક યોજવામાં આવી હતી

જાણવા મળતી વિગતો મુજબ વડાપ્રધાન મોદીના કાર્યક્રમને અનુલક્ષીને સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લાને જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત મોરબી જિલ્લા માંથી જનમેદની ઉપસ્થિતિ ને લઇ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી

વડાપ્રધાન ના કાર્યક્રમને લઇ અત્રેના સરકીટ હાઉસ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા એ મોરબી ભાજપ આગેવાનો સાથે બેઠક યોજી જેમાં  મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ  રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી હિરેનભાઈ પારેખ, ઘનશ્યામભાઈ, જ્યોતિસિંહ તથા મોરબી જિલ્લા યુવા પ્રમુખ   રવીભાઈ, મહામંત્રી  હરદેવસિંહ જાડેજા અને મોરબી જિલ્લા ભાજપ ટીમ,મંડળ પ્રમુખ, મહામંત્રી, સેલ મોર્ચા પ્રમુખ મહામંત્રી હાજર રહેલ હતા.

વધુમાં આ બેઠક માં વડાપ્રધાન  ના કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી ૧૫૦ થી વધુ વાહનોમાં કુલ ૭૫૦૦ થી વધુ કાર્યકરો હોદેદારો હાજર રહેશે તેવું નક્કી કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.