Abtak Media Google News

ત્રણેય ઝોનમાં ડીએમસી તા સિટી એન્જિનિયરના નંબરો જાહેર કરાયા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આગામી ચોમાસાને નજર સમક્ષ રાખી થોડા સમય પૂર્વે તૈયાર કરાવેલ પ્રિમોન્સૂન એક્શન પ્લાન હેઠળ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને વરસાદ દરમ્યાન સ્ટોર્મ વોટરનો ઝડપભેર નિકાલ તો રહે તે માટે ડ્રેનેજ મેનહોલ અને સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. જે ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં ઓલમોસ્ટ પૂર્ણ ઇ ચુકી છે. વિશેષમાં ચોમાસા દરમ્યાન પણ નાગરિકોને ડ્રેનેજ સંબંધી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે કમિશનરશ્રીએ ડ્રેનેજની ફરિયાદોનો નિકાલ લાવવા માટે પણ ખાસ વ્યવસ તંત્ર કાર્યરત્ત કરેલ છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનના દરેક વોર્ડમાં કોન્ટ્રાકટર, જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર, ઉપરાંત જે તે ઝોનના સિટી એન્જિનિયર અને ડેપ્યુટી કમિશનર નાગરિકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા પ્રયાસ કરશે. ડ્રેનેજ પોતપોતાના વોર્ડના વોર્ડ એન્જિનિયર દ્વારા કોન્ટ્રાકટર મારફત આ ફરિયાદોના નિકાલ શે અને તેની સિટી એન્જિનિયર કક્ષાએ નિયમિત સમીક્ષા શે. જ્યારે સમગ્ર કામગીરી ઉપર ડેપ્યુટી કમિશનર દેખરેખ રાખશે.

નાગરિકો ડ્રેનેજ સંબંધી ફરિયાદો નોંધાવવા માટે સર્વપ્રમ રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટર ( ફોન નંબર  ૨૪૫ ૦૦૭૭ ) અવા પોતપોતાના ઝોનમાં આવતા ડ્રેનેજ ફરિયાદ સેન્ટર ખાતે તેમની ફરિયાદ નોંધાવી શકશે.  નાગરિકોની વિશેષ સુગમતા માટે ત્રણેય ઝોન હેઠળના દરેક વોર્ડના કોન્ટ્રાકટર, વોર્ડ એન્જિનિયર, તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયર અને ડેપ્યુટી કમિશનરના મોબાઈલ નંબર પણ જાહેર કરેલ છે. નાગરિકો તેમની ડ્રેનેજ સંબંધી ફરિયાદો નોંધાવ્યા બાદ જરૂર જણાયે વોર્ડ એન્જિનિયરને મોબાઈલ ફોન પર કોન્ટેક્ટ કરી રજૂઆત કરી શકશે.

આનાી પણ વિશેષ જરૂરિયાત પડે તો નાગરિકો સિટી એન્જિનિયરને અને ત્યારપછી પણ કોઈ પ્રશ્ન રહે તો ડેપ્યુટી કમિશનરને મોબાઈલ ફોન પર રજૂઆત કરી શકશે. પૂર્વ ઝોન (ઈસ્ટ ઝોન)ના સિટી એન્જિનિયર તરીકે  કે.એસ.ગોહેલ (૯૬૨૪૭ ૧૮૨૩૬) અને ડેપ્યુટી કમિશનર તરીકે ચેતન બી. ગણાત્રા (૯૭૧૪૫ ૦૩૭૦૩), મધ્ય ઝોન (સેન્ટ્રલ ઝોન)ના એડી. સિટી એન્જિનિયર તરીકે એમ.આર.કામલીયા (૯૭૧૪૫ ૦૩૭૦૯) અને ડેપ્યુટી કમિશનર તરીકે ચેતન કે. નંદાણી (૯૭૧૪૫ ૦૩૭૦૪) તા પશ્ચિમ (વેસ્ટ) ઝોનના એડી. સિટી એન્જિનિયર તરીકે ભાવેશ જોશી (૯૭૧૪૫ ૦૩૭૦૬) અને ડેપ્યુટી કમિશનર તરીકે ડી.જે.જાડેજા (૯૪૦૯૭ ૦૦૧૨૩)નો સંપર્ક કરી શકાશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.