Abtak Media Google News

વર્ષ ૨૦૦૦ બાદ લોકસભામાં પ્રજાના પ્રતિનિધિઓની સૌથી વધુ પ્રોડેકટીવ કામગીરી

૨૦ માંથી ૧૮ બીલ પસાર: ત્રિપલ તલાક બીલ પાસ ન થઈ શકયું

લોકસભામાં પ્રજાના પ્રતિનિધિઓ ટાઈમ પાસ અને ધમાલ કરતા હોવાના આક્ષેપો અવાર-નવાર થતાં હોય છે. પરંતુ તાજેતરમાં ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રતિનિધિઓએ ઉત્પાદકતામાં કરેલી ૧૧૦ ટકા કામગીરીએ તમામના મોઢા બંધ કરી દીધા છે.

તાજેતરમાં મોદી સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ લોકસભાનું ચોમાસુ સત્ર વર્ષ ૨૦૦૦ બાદ સૌથી વધુ ઉત્પાદક રહ્યું છે. ગઈકાલે પુરા થયેલા ચોમાસુ સત્રમાં સામાન્ય લોકોથી લઈ તમામ માટે મહત્વના ખરડા પારીત થયા છે. ઘર ખરીદનારાને બેંક સમક્ષ ફાયનાન્સીયલ ક્રેડીટર તરીકે રજૂ કરતા નવા સુધારેલા બીલ પારીત કર્યું છે.

આ વખતના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૨૦ બીલ લાવી હતી. જેમાંથી ૧૨ બીલને પસાર કરી દેવામાં આવ્યા છે. લોકસભામાં નિશ્ર્ચિત સમયના ૧૧૦ ટકા કામગીરી થઈ હતી. જયારે રાજયસભામાં ૬૬ ટકા કામગીરી થઈ હોવાનું જાણવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં લોકસભામાં ૯૯૯ બીલ રજૂ કરાયા છે.

રાજયસભામાં મોદી સરકારને પાછી પાની કરવી પડી છે. જેનું કારણે લોકસભાની જેમ રાજયસભામાં સરકાર પાસે બહુમત ન હોવાનું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મુસ્લિમ મહિલા મતદારોને આકર્ષી શકે તેવા ત્રિપલ તલાક બીલને ભાજપ સરકાર પસાર કરી શકી નથી. આ બીલ લટકી પડવા પાછળ ભાજપે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો છે. આંકડાનુસાર લોકસભામાં ૫૦ ટકા અને રાજયસભામાં ૪૮ ટકા સમય લેજીસ્ટલેટીવ બિઝનેશ બીલ સહિતનું પારીત કરવામાં પસાર થયો હોત.

ચોમાસુ સત્રમાં ત્રિપલ તલાક બીલ પારીત થઈ શકયું નથી. રાજયસભામાં ફરીથી લટકી પડયું છે. વિપક્ષના દાવા અનુસાર સરકારે જે બીલ રજૂ કર્યું તેમાં ઘણી ખામીઓ છે અને તેને પસંદગી સમીતી સમક્ષ મોકલવું જોઈએ. બીજી તરફ સંસ્થાઓ અને કંપનીઓ કે કરાર કરનારાઓ વચ્ચે વિવાદોનો ઝડપી નિકાલ આવે તે માટે આર્બીસ્ટ્રેશન (મધ્યસ્તા) જરૂરી છે. આ સુધારા સમાધાનની પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે સરકારે આર્બીસ્ટ્રેશન બીલ પારીત કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.