Abtak Media Google News

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે વળતો જવાબ પાકિસ્તાનને એર સ્ટ્રાઈક દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારે ભારત દ્વારા પાકિસ્તાનને જે ડોઝીયર સોંપવામાં આવ્યું છે તેમાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મસુદ અઝહર સહિત તેના ભાઈ અને મસુદ અઝહરના દિકરાની ધરપકડ કરવામાં આવી છે. જયારે ભારત દેશે યુનાઈટેડનેશન સિકયોરીટી કાઉન્સીલને માંગ કરી છે કે, વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મસુદ અઝહરને સમાવવામાં આવે.

ત્યારે પાકિસ્તાન પણ કુણુ વલણ અપનાવી રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે. કારણકે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને તેની પેટા સંસ્થાને પણ પાક સરકાર દ્વારા બેન્ડ કરવામાં આવી છે. આતંકી હુમલા બાદ ભારત દેશને મુખ્યત્વે સમગ્ર વિશ્વર્થન મળી રહ્યું છે જેમાં રશિયા, બાંગ્લાદેશ, ઈરાન, અમેરિકા જેવા દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આતંકીઓના ઘરમાં ઘુસી આતંકવાદીઓનો ખાતમો કરશે. વધુમાં એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે વિશ્વઆખાની નજર પાકિસ્તાન ઉપર રહેલી છે કારણકે પાકિસ્તાન આતંકવાદને પોસતુ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ જો પાકિસ્તાને આ તમામ સમસ્યાઓમાંથી અને તકલીફોમાંથી બહાર નિકળવું હોય તો આતંકવાદીઓનો ખાતમો અને આતંકવાદીઓને નાબુદ કરવા માટે સમગ્ર દેશની મદદે આવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.