Abtak Media Google News

કાર્યકરોએ પ્રમુખને ૨૪ કલાકમાં હટાવવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી

જુનાગઢમાં કોંગ્રેસ મરવા વાંકે જીવી રહી છે મનપામાં વિરોધ પક્ષ પણ શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખપદે વિનુ અમીપરાની વરણી કરવામાં આવી છે. પ્રમુખપદે તેમના નામની જાહેરાત થતા શહેર કોંગ્રેસમાં વિરોધનો સુર ઉઠયો છે. મનપાના વિરોધ પક્ષના નેતા સતિષ વિરડાને હટાવી વિનુ અમીપરાને બેસાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના એક જુથમાં તેનો વિરોધ ઉઠયો છે. શુક્રવારે કોર્પોરેશનમાં કેટલાક કોંગી આગેવાનો એકત્ર થયા હતા.નવનિયુકત વિનુ અમીપરાને હટાવવાની માંગ કરી હતી.

                                                શહેર કોંગ્રેસ કારોબારીના સભ્ય ધર્મેશ પરમારે પ્રદેશ
પ્રમુખને રજુઆત કરી હતી કે નવા પ્રમુખ વિનુ અમીપરા સામાજીક વ્યકિત નથી તેઓએ શહેરમાં કોઈપણ કાર્યક્રમ, સરઘસ, રેલી કે સંગઠનની મીટીંગમાં હાજરી આપીનથી.

નવા પ્રમુખ વર્ષોથી ભાજપના ડે.મેયર ગીરીશ કોટેચા અને ભાજપના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ ઘુલેસીયા સાથે ભાગીદારીમાં વ્યવસાય કરે છે જેથી અમો કોંગ્રેસના સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપીએ છીએ. વોર્ડ નં.૫ના કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર કે કાર્યકરોને પુછયા વગર પ્રમુખની
વરણી કરવામાં આવી છે અનેક કાર્યક્રમમાં વિનુભાઈ દેખાયા ન હતા. સતિષ વિરડાએ
સંગઠનને મજબુત કર્યું છે અને તૈયાર સંગઠનમાં વિનુભાઈ અમીપરા બેસાડી દીધા છે. ૨૪ કલાકમાં તેને હટાવવામાં નહીં આવે તો સામુહિક રાજીનામા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.