Abtak Media Google News

જીએસટીના દરોમાં ઘટાડો કરી દેશની મધ્યમવર્ગીય જનતાને ખુશ કરવાનો મોદી સરકારનો પ્રયાસ

સૂર્યોદય અને સૂર્યાસ્તને ફિલોસોફી સાથે જોડીએ તો સૂર્ય આપણને એક ઐવો પાઠ શિખવે છે કે ખરા મધ્યાહ્ને જે હોય છે તેનો પણ અંત છે અને જેનો સાવ અસ્ત થય છે તે પણ બીજા દિવસે સોનેરી કિરણો પારીને ઉજાસ ફેલાવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ તા છત્તીસગઢની ચૂંટણીઓએ આ વાત સાબિત કરી દીધી છે. અહીં અસ્ત કોનો અને કોના સોનેરી દિવસો તે કહેવાની જરૂર નથી!  એ વાત પણ સાચી છે કે સરકારને બદલાતી પરિસ્થિતીનો અંદાજ તો હતો જ પણ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકારને આશા હતી. ખેર હવે માથે લોકસભાની ચૂંટણીઓ છે, આગામી ૮ દિવસ પછી એટલેકે સાલ ૨૦૧૯નાં પ્રારંભ સાથે સરકાર માટે આખરી પાવરપ્લે શરૂ થશે. તેથી ફરીથી મેચ પર કબ્જો જમાવવા માટે મોદી સરકારને ફાસ્ટ બેટિંગ કરે તેવા ખેલાડીઓ ઉતારવા પડશે. જેમાનો એક છે જીએસટી. શનિવારે સરકારે આ દિશામાં પણ પગલાં જાહેર કરીને દેશવાસીઓ માટે કરવેરામાં આશરે ૫૫૦૦ કરોડની નવી રાહતો જાહેર કરી છે.આમે યે ક્રિસમસની રજાઓ બાદ કરીએ તો નવા વર્ષને ક્યાં છેટું છે.

જ્યારી અમલ થયો ત્યારે જીએસટીના કલેક્શનમાં સરકારને સફળતા મળી છે. સરકારે અગાઉ પણ આમજનતાને જીએસટીમાં રાહત આપીને ખુશ કરવાના પ્રયાસ કર્યા છે. અને હવે વધુ કરવામાં આવ્યો છે.આંકડા બોલે છે કે સાલ ૨૦૧૭-૧૮નાં નાણાકિય વર્ષમાં સરકારને જીએસટીની ૭.૪૧ લાખ કરોડ રૂપિયાની મબલખ કમાણી થઇ છે. સરકાર સાથે સજીસ્ટર્ડ થયેલી કંપનીઓની સંખ્યા ૬૬ લાખી વધીને ૧.૨૦ કરોડ એટલે કે લગભગ બમણી થઇ છે. હવે સરકાર માટે આમ જનતાને પાછુ વાળવાનો સમય આવ્યો છે. આગામી દિવસોમાં જીએસટીનાં દાયરામાં આવતી ૯૯ ટકા જેટલી આઇટેમોને ૧૮ ટકા કે તેનાી ઓછા જીએસટીનાં સ્લેબમાં લઇ આવવામાં આવશે.સુપર લક્ઝરી લેવલમાં આવતી મોંઘી કાર, પ્લેન ઉપરાંત સિગારેટ જેવી વ્યસન ઉપભોગની વસ્તુઓ મળીને ૩૪ વસ્તુઓ પર હાલમાં ૨૮ ટકા જીએસટી હતો પણ હાલની જાહેરાતમાં તેમાંથી છ વસ્તુઓને દુર કરીને હવે ફક્ત ૨૮ વસ્તુઓ પર જ ૨૮ ટકા જીએસટી રાખવામાં આવ્યો છે. એમાંયે વિકલાંગો માટેના સાધનો પરનો જીએસટી દર તો ૨૮ ટકા થી ઘટાડીને સીધો પાંચ ટકા કરાયો છે. આજ રીતે અમુક ખાદ્ય સામગ્રી ઉપરનો જીએસટી પાંચ ટકા થી શુન્ય કરીને આમ જનતાને રાહત આપવાની ગણતરી કરાઇ છે. આગામી દિવસોમાં માંડ ૦.૫૦ ટકા જેટલી વસ્તુઓ પર ૨૮ ટકા જેટલો જીએસટી રહેવાનું અનુમાન છે.

આ સાથે જ સરકારે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા આંકડા ફેલાવવાનું શરૂ કર્યું છે જેમાં ગણિત મુકાય છે કે તમારી સાબુ, ખાદ્યપદાર્થો, તથા બેઝીક કોસ્મેટિક્સ જેવી મૂળભૂત સુવિધા વાળી વસ્તુઓની ૮૪૦૦ રૂપિયાની ખરીદી પર જીએસટી પેલા જેટલા ટેક્ષ લાગતા હતા તેના કરતા આ જીએસટીનાં નવા માળખામાં ઓછા ટેક્ષ છૈ અને એકંદરે ગૄહિણીને દર મહિને ૩૨૫ રૂપિયા જેટલો ફાયદો થાય છે. કારણ કે ઘઉં, ચોખા, મસાલા, દૂધ ઉત્પાદનો, માખણ, મિનરલ વોટર, ખાંડ તથા તેલ જેવી વસ્તુઓ પર ટેક્ષ ઓછા હોવાનો પ્રચાર કરીને મધ્યમ વર્ગીય પ્રજાને ખુશ કરવાની રણનીતિ બનાવાઇ છે.આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે થયેલા સર્વેમાં જ સરકાર જાણી ગઇ છે કે વેપારી તા ખેડૂતો નારાજ છે. તેથી જ તેમને રાજી કરવાનાં પ્રયાસ શરૂ થયા છે.  જેના ભાગ રૂપે એકવાર જીએસટીનાં દરમાં રાહતો અને રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વધુ સાનૂકૂળ કરવાની જાહેરાતો અગાઉ થઇ ચુકી છે. હાલની જાહેરાતોને બીજો તબક્કો કહી શકાય અને હજુ જરૂર પડે તો બજેટ તો આવે જ છે..! આ ઉપરાંત જીએસટી રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ સાનુકૂળ કરવાની ખાતરી અપાઇ છે.

ઓક્ટોબર-૧૮ માં સરકારને જીએસટી કી ૧.૦૭ લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે. સાલ ૨૦૧૮-૧૯ નાં બજેટમાં આમ તો સરકારનું લક્ષ્યાંક ૧૨.૯૦ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું હતું જો આ ગતિએ ટેક્ષ ભરાતો રહે તો બેશક સરકાર તેના લક્ષ્યાંક સુધી નહીં પહોંચી શકે પણ સાથે સૌએ એ પણ યાદ રાખવું પડશે સરકારનું સૌથી મોટું લક્ષ્ય જીએસટી કલેક્શન છે કે લોકસભાની ચૂંટણીઓ જીતીને ફરી પાંચ વર્ષ માટે સત્તા હાંસલ કરવી એ ..?! યાદ રહે કે જેનો અસ્ત થાય તેનો ઉદય થાય છે .. આશા તો મોદી સરકાર પણ રાખી શકે ને.. !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.