Abtak Media Google News

ખેડુતોના વધતા જતા ઘસારાને ઘ્યાનમાં રાખી જીલ્લા ખરીદ વેંચાણ સંઘનો નિર્ણય: બે તબકકામાં થશે મગફળીની ખરીદી

મગફળીના ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા શરુ કરાઇ છે. જેમાં ખેડુતો પોતાની મગફળી ટેકાના ભાવે એટલે કે ‚રૂ ૯૦૦ ના ભાવે વેંચી શકે છે.આ ખરીદીમાં જો રાજકોટની વાત કરવામાં આવે તો દરરોજ અંદાજે ૪ હજારથી ૪૫૦૦ ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. હાલ ખેડુતોનો ઘસારો વધી રહ્યો છે. જેના ભાગરુપે ખેડુતોને સમસ્યા ન સર્જાય તેવા ઉદેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત હવે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં બે તબકકા રાખવામાં આવ્યાં છે. જે મુજબ પ્રથમ તબકકામાં એક ખેડુતની ૭૦ ગુણી મગફળી સ્વીકારવામાં આવશે જેથી પોતાની મગફળી ટેકાના ભાવે વેંચવા માંગતા બધા જ ખેડુતોનો ટર્ન આવી જાય અને જયારે મગફળીની આવક અને રજીસ્ટ્રેશન ઓછું થતું જોવા મળે ત્યારબાદ બીજી તબકકાની શરુઆત કરાશે જેમાં ખેડુત ફરીવાર પોતાની મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી શકશે.આ વિશે જીલ્લા ખરીદ વેચાણ સંઘ મગફળી વિભાગના મેનેજર રાજુભાઇ ભોણીયાએ જણાવ્યું હતું કે હાલ એક જ ખેડુત બે થી ત્રણ વાર પોતાની મગફળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે. જેથી ખેડુતો અનેક વાર ખરીદી કરવા આવતા થઇ જતા હોય છે. અને કયાંક એવું પણ બની જતું હોય કે એક જ ખેડુતનો વારો બે વાર આવી જાય અને કોઇ ખેડુત સાવ બાકી રહી જાય તેથી એક જ ખેડુતરીપીટ ન થાય તેવા ઉદ્ેશ્યથી ખેડુતોની સુવિધા માટે નિર્ણય લેવાયો આવ્યો છે. જેના પ્રથમ તબકકામાં પ્રત્યેક ખેડુતોની ૭૦ ગુણી મગફળી સ્વીકારવામાં આવશે અને  જયારે ભારણ ઓછું થતું જણાય ત્યારે બીજા તબકકા દરમિયાન ખેડુતોને રીપીટ કરાય. જયારે ખેડુતને રીપીટ કરવાનો સમય નજીક આવે તે પૂર્વે ખેડુતોને ફોન દ્વારા જાણ કરીને સમય આવી દેવામાં આવશે જેથી ખેડુતોને હાલાકી કે સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેમણે અંતે જણાવ્યું હતું કે આ નિર્ણય ખેડુતોની સુવિધાને ઘ્યાનમાં લઇને લેવાયો છે. આ બાબતે ખેડુતોને પણ સહમતી બતાવી હતી અને સરાહનીય પગલું ગણાવ્યું હતું. તે પણ ખાસ ઉલ્લેખનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.