Abtak Media Google News

સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે નકકી કરેલી મર્યાદામાં આવતા દરેક વેપારી જીએસટી નંબર લઇ લે તે જરુરી છે

જીએસટીના અમલવારની પ્રથમ માસમાં જ સરકારી તિજોરી ‚પિયા ૧ લાખ કરોડથી છલકાઇ ગઇ છે. કેન્દ્ર સરકારની અપેક્ષા કરતા બમણી આવક થઇ છે તેથી નિષ્ણાતો એવું માને છે કે જીએસટીના દરમાં પણ ઘટાડાની તીવ્ર શકયતા છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે – કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીએ જીએસટીને લગતી તાજી વિગતો જાહેર કરી છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ‚ા ૧૦૪ કરોડનો એસ.જી.એસ.ટી. તથા સી.જી.એસ.ટી. ભરી દીધો છે. આઇ.જી.એસ.ટી. પેટે ‚પિયા ૪૩૭ કરોડની રકમ પણ ચૂકવી છે. ટોમ ૫૦ કંપનીએ જ ૨૦૦ કરોડથી વધુ રકમનો જીએસટી ભર્યો છે. ‚ા ૨૦ લાખની આવક મર્યાદા હેઠળ હવે નાના વેપારીઓને પણ જીએસટીના દાયરામાં આવરી લેવામાં આવ્યા.

આ સિવાય એસ્સાર ઓઇલ લિ. એ ‚ા ૧૦.૮૭ કરોડ, સાંધી સિમેન્ટે ‚ા ૭.૭ કરોડ, પારલે પ્રોડકટે ‚ા ૩.૭૭ કરોડ, આદિત્ય બિરલાએ ‚ા ૫.૨૫ કરોડ, ગુજરાત સિઘ્ધી સિમેન્ટે ‚ા ૩.૬૫ કરોડ જેવો જીએસટી ભરી દીધો છે.

આ સિવાય સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે નકકી કરેલી મર્યાદામાં આવતા દરેક વેપારી જીએસટી નંબરી લઇ લે તે જરુરી છે.

દેશમાં લાખો વેપારીઓ જીએસટીમાં માઇગ્રેટ થવાના જ બાકી છે ત્યારે સરકાર નાના વેપારીઓ અને ઉત્પાદકો માટે જીએસટીની ઉચ્ચકવેરાની કેટેગરીમાં રજિસ્ટ્રેશન ફરીથી ચાલુ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ૯ સપ્ટેમ્બરના રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને જો તેને મંજૂરી મળશે તો લાખો નાના વેપારીઓને રાહત મળશે.

જીએસટીમાં નાના વેપારીઓ અને ઉત્પાદકોને રાહત આપવા માટે ઉચ્ચકવેરાની જોગવાઇ રાખવામાં આવી છે. જે મુજબ, ગયા નાણાંકીય વર્ષમાં  ૭૫ લાખથી ઓછું ટર્નઓવર નોંધાવનારા નાના વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરન્ટ્સને અનુક્રમે એક ટકા, બે ટકા અને પાંચ ટકાના ઉચ્ચક વેરાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૬ ઓગસ્ટ હતી અને લગભગ ૧૦ લાખ નોંધાયેલા વ્યક્તિઓએ ઉચ્ચકવેરાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જોકે, નિષ્ણાતોના મતે, દેશમાં ૫૮ લાખથી વધારે વેપારીઓએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે માત્ર ૧૦ લાખ જેટલા લોકો જ ઉચ્ચકવેરા હેઠળ નોંધાયા છે તે આંકડો બહુ નીચો છે.

જોકે, ઉચ્ચક વેરા હેઠળ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળતો નથી. ઉપરાંત, જો કોઇ વેપારી રાજ્યની બહાર માલનું વેચાણ કરતો હોય તો તેનું ટર્નઓવર  ૭૫ લાખથી ઓછું હોય તો પણ તે ઉચ્ચક વેરા હેઠળ નોંધણી કરાવી શકતા નથી.

સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, જે વેપારીઓએ અગાઉ જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ૧૬ ઓગસ્ટ સુધીમાં ઉચ્ચકવેરાનો વિકલ્પ પસંદ નહોતો કર્યો તેમના માટે હાલમાં આ પ્રક્રિયા અટકેલી છે. જોકે જે વેપારીઓ જીએસટીમાં નવા રજિસ્ટ્રેશન કરાવે છે તેઓ આ યોજનામાં જોડાઇ શકે છે. જોકે, જે વેપારીઓ અગાઉ આ યોજનાનો વિકલ્પ પસંદ કરી શક્યા નથી તેમના માટે ફરીથી આ તક આપવામાં આવશે તો લાખો વેપારીઓને લાભ થશે. દેશમાં હજુ લગભગ ૧૫ લાખ જેટલા જૂના કરદાતાઓએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.