Abtak Media Google News

મનહર ઉધાસ, મીરાંદે શાહ, ભાસ્કરભાઈ શુકલ અને મિલન કોઠારી ‘અબતક’ની મુલાકાતે

વિર પ્રભુના જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષે જૈન વિઝન દ્વારા આજે સાંજે કવિ શ્રી રમેશ પારેખ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘આવો રે આવો, મહાવીર નામ લઈએ’ના શીષર્ક હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો મનહર ઉધાસ, મીરાંદે શાહ, અંકિત ત્રિવેદી, દિપકભાઈ જોશી, ભાસ્કરભાઈ શુકલ અને ગાર્ગી વોરા જૈન સ્તવનોની રમઝટ બોલાવશે. કાર્યક્રમ અંગે વિસ્તૃત વિગત આપવા તમામ કલાકારો સાથે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.સાંજે ૭:૦૦ કલાકે વિશાળ મહાવીર પટાંગણ કવિશ્રી રમેશ પારેખ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે, ફન વર્લ્ડની બાજુમાં આવો રે આવો, મહાવીર નામ લઈએના શિર્ષક હેઠળ જૈન જૈનેતરોનું લોકપ્રિય ભકિત સંગીત સંધ્યાનું અને‚ આયોજન સતત પાંચમાં વર્ષે આયોજન કરવામાં આવેલ છે. ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી…જૈન વિઝન દ્વારા શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો છેલ્લા એક માસ દરમ્યાન ભારતમાં સૌપ્રથમવાર આયોજીત કરવામાં આવી રહ્યું છે.Dsc 8129

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, રાજયના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટમાં સતત પાંચમાં વર્ષે સ્તવનકારો અને રાસ માટે જાણીતા કલાકારોના કાફલા સાથે જેમાં વિશ્ર્વ વિખ્યાત ગઝલ સમ્રાટ મનહર ઉધાસ, જાણીતા પ્લેબેક સીંગર મીરાંદે શાહ, જાણીતા કવિ, લેખક અને ગુજરાતી શબ્દકોષ જેમને હૈયા અને હોઠે વસેલા છે એવા કાર્યક્રમના સુંદર સંચાલક ગુજરાતના ખ્યાતનામ ઉદઘોષક અંકિત ત્રિવેદી અને જાણીતા પાર્શ્ર્વ ગાયક દિપક જોષી, સુગમ ઉપર જેમનું અને‚ પ્રભુત્વ છે એવા ગાર્ગી વોરા, ભાસ્કર શુકલ સહિતના કલાકારો જૈન સમાજને ભકિતરસથી તરબોળ કરી મુકશે. સુંદર, મનમોહક સ્ટેજ અને સેટ, સુંદર બેઠક એરેન્જમેન્ટ, વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત ભાવિકોનું મનમોહી લેશે. ઉપકૃત કાર્યક્રમના મુખ્ય આધારસ્તંભ અનસુયાબેન છબીલદાસ શાહ હસ્તે જયેશભાઈ શાહ-સોનમ કલોક લી. પરીવાર તથા સ્વ.હિરાબેન છોટાલાલ શાહ હસ્તે સુનિલભાઈ અને યોગેશભાઈ શાહ-આર્કેડીયા શેર્સ પરિવાર, ભાવનાબેન હસમુખલાલ શાહ હસ્તે સુદર્શનભાઈ શાહ પરિવાર, સ્વ.પિયુષભાઈ જેન્તીલાલ કામદાર પરિવાર હસ્તે જય કામદાર તથા જયગુરુદેવ પરીવાર, જાણીતા જૈન અગ્રણી અનિષભાઈ વાઘર તથા સી.એમ.શેઠ, જીતુભાઈ બેનાણી સહિતના આગેવાનો ઉદાર દિલના દાતાના સહયોગથી આ અનેરી ભકિત સંધ્યાનો સુંદર આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, સંગીત સંધ્યામાં જૈન સ્તવનો રજુ કરનાર સુપ્રસિદ્ધ ગઝલકાર મનહર ઉધાસના આલ્બમ ‘આકર્ષણ’નું તાજેતરમાં લોન્ચીંગ કરાયું હતું. આ તકે આકર્ષણની વિશેષ વિગતો મનહર ઉધાસે આપી હતી.

અબતક ચેનલ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ યુ ટયુબ, ફેસબુક ઉપર ભકિત સંઘ્યા ઘેર બેઠા નિહાળી શકાશે

વિર પ્રમુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ ઉપલક્ષે જૈન વિઝન દ્વારા આજે સાંજે ૮ કલાકે વિશાળ મહાવીર પટાંગણ કવિ રમેશ પારેખ રેકકોર્ષ ગ્રાઉન્ડ ખાતે, ફન વર્લ્ડની બાજુમાં આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંઘ્યા યોજાશે. આ કાર્યક્રમનું ‘અતબક’ચેનલ તેમજ ‘અબતક’ના ડિજીટલ પ્લેટફોર્મ યુ ટયુબ, ફેસબુક પર લાઇવ પ્રસારણ કરાશે જેથી દર્શકો ઘેર બેઠા કાર્યક્રમને માણી શકશે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરે આજે સાંજે જૈન વિઝન દ્વારા આવો મહાવીર નામ લઇએ ભકિત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર મનહર ઉઘાસ, મીરાંદે શાહ, અંકિત ત્રિવેદી ભાવિકોને ભકિતરસથી તરબોળ કરશે. આ ભકિત સંઘ્યામાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની પ્રેરણ ઉ૫સ્થિતિ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સાંજે ૮ કલાકે ‘અબતક’ ચેનલ ‘અબતક’ના ડીજીટલ પ્લેટફોર્મે યુ ટયુબ અને ફેસબુક પેજ ઉપર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. સ્થળ તેમજ સમયની સમસ્યાને કારણે ભકિત સંઘ્યાનો કાર્યક્રમ ન માણી શકનાર ભાવિકો આ ભકિત સંઘ્યાને ‘અબતક’ના માઘ્યમથી ઘેર બેઠા નિહાળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.