Abtak Media Google News

જિલ્લા વિકાસ અધિકારીના મદદનીશ કાંતીભાઈ ભાલોડીયા અને વહીવટી કર્મચારી મુકેશભાઈ જાનીને અપાઈ વિદાય

રાજકોટ જિલ્લા પંચાયતમાં કર્મચારી સંઘ આયોજીત નિવૃત વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતુ જિલ્લા વિકાસ અધિકારીના અંગત મદદનીશ કાંતીભાઈ એમ. ભાલોડીયા તથા વહીવટી શાખાના કર્મચારી મુકેશભાઈ એસ. જાનીનો નિવૃતી વિદાય સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયાભાઈ તરફથી શ્રીફળ અને પડો ભાલોડીયાભાઈને અર્પણ કરવામાં આવ્યો હતો.

તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણાભાઈ તરફથી જાનીભાઈને શ્રીફળ અને પડો અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રમુખ જી.પં. રાજકોટ દરેક સમિતિના ચેરમેનઓ જિલ્લા પંચાયતના સદસ્યઓ તથા શાખાધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને ભાલોડીયાભાઈને તથા જાનીભાઈને શુભકામના પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.