Abtak Media Google News

ચાર ડમ્પરો એલસીબીએ ઝડપી પાડી ખનન માફીયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ધ્રાગધ્રા સહિત સુરેન્દ્રનગર જીલ્લામાં દાન, સડલા , મુળી, રાણીપાટ સહિતના વિસ્તારોમા ગેરકાયદેસર કોલસા, સફેદમાટી, તથા રેતીનુ ખનન થઇ રહ્યુ છે. ત્યારે ધ્રાગધ્રા પંથકની જો વાત કરીએ તો ધ્રાગધ્રા પંથકમાં ચો તરફ સફેદમાટીના ગેરકાયદેસર ખૂનનો રાફડો ફાટ્યો છે તેવા હવે ગઇકાલે રાત્રે જીલ્લા એલ.સી.બી સ્ટાફ ધ્રાગધ્રા હાઇવે પર પેટ્રોલીગ કરતા  તેવા સમયે હાઇવે પરથી કેટલાક ડમ્પરો જોવા મળ્યા હતા જેને ઉભા રખાવી તપાસ કરતાં વાહનોમાં સફેદમાટીના હોવાથી પાસ-પરમિટ માંગતા પરમિટ ન હોવાથી પોલીસે એક બાદ એક ચાર વાહનો કબ્જે કરી ધ્રાગધ્રા તાલુકા પોલીસનો સોંપાયા હતા.

7537D2F3 3

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી સ્ટાફ ધ્રાગધ્રા -માલવણ હાઇવે પર પેટ્રોલીંગમા હથા તેવા સમયે મોડી રાત્રે તેઓને હાઇવે પર કેટલાક ડમ્પર જોવા મળ્યા હતા આ ડમ્ફરની પાછળના ભાગે કાપડ મૂકેલું હોવાથી પોલીસે ડમ્ફરને ઉભા રખાવી થા તપાસ કરતા અંદર સફેદ આટી(ચાઇના ક્લે,) હોવાનુ આલ્બમ પડ્યું હતું જેથી પોલીસ સ્ટાફે સફેદ માટીની પરમિટ માંગી હતી પરંતુ પરમિટ ન હોવાના લીધે એક બાદ એક એમ કુલ ડમ્ફર હાથ લાગતા પોલીસે તમામ ચારેય ગેરકાયદેસર સફેદમાટી ભરેલા વાહનો ઝડપી લઇ ધ્રાગધ્રા તાલુકા પોલીસને સોંપ્યા હતા આ તરફ ધ્રાગધ્રા તાલુકા પોલીસે ચાર ડમ્ફરની કબ્જે સંભાળી દંડ વસૂલ કરવાનો તજવીજ હાથ ધરી ગેરકાયદસર ખનન માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.