Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા મિશન હમણા ‘સ્વચ્છતા જ સેવા 2018’ અભિયાન ચલાવશે. નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આખા દેશ સાથે વાતચીત કરી હતી. આજે દાદરા નગર હવેલી બાવીસ ફળિયા માં આવેલ શિવ પ્રકાશને મેમોરિયલ સ્કૂલમાં નરેન્દ્ર મોદીના સ્વચ્છતા જેવા 2018 બતાવવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સેલવાસના બાળકો તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો.

ત્યાર પછી દાદરા નગર લઈને એમપી ઓફિસમાં પહોંચીને સાંસદ નટુભાઇ પટેલ સાથે સ્વચ્છતા માટે શપથ લીધી હતી. આની સાથે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રાકેશ ચૌહાણ, ઉપ-પ્રમુખ અજય પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ હસમુખભાઈ બી ભંડારી, દા.ન.હ દમણ-દીવ સ્વચ્છતા સંયોજક રમીલા બેન ભાજપના કાર્યાલયથી બાળભવન સુધી ઝાડુ હાથમાં લઇને રસ્તા પર સાફ-સફાઈ કરી હતી. અને દરરોજ એક કલાક શ્રમદાન કરવાનો આહવાન કર્યુ હતુ. બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વચ્છતાના સ્વચ્છતાના નારા લગાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.