Abtak Media Google News

મહાગઠબંધન સામે સનિક પક્ષોની નારાજગી કોંગ્રેસ માટે ચેલેન્જ

લોકસભા-વિધાનસભાની સંયુકત ચૂંટણી માટે ૧૩ માંથી ૯ પક્ષોનો નનૈયો

૨૦૧૯ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે બાહ્યની સાો સા આંતરીક વિખ્વાદો ચેલેન્જ સમાન બની ગયા છે. ભાજપને સત્તા પર આવતો અટકાવવા ૨૦૧૯માં મહાગઠબંધન માટે એક તરફ બહારની સમસ્યાઓ સામે લડવાનું છે તો બીજી તરફ પક્ષની અંદર જ ઉકળતા ચ‚ને ડામવા માટે કડક હાથે પગલા લેવાના છે. આ તમામ કામ એકલા હાથે રાહુલ ગાંધીને જ કરવું પડશે.

ભાજપને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં નાના મોટા પક્ષોનું મહાગઠબંધન તૈયાર ઈ રહ્યું છે. આ ગઠબંધન મજબૂત બને અને તેનો કોઈ લોકપ્રિય નેતા હોય તો ભાજપને હંફાવી શકાય તેવું માનવામાં આવે છે. પરંતુ હાલ તો કેટલાક પક્ષો રાહુલ ગાંધીને આગેવાન તરીકે સ્વીકારવા તૈયાર નથી. જયારે રાહુલ સીવાય અન્ય કોઈ વિકલ્પ પણ ભાજપે વિપક્ષ પાસે રહેવા દીધો નથી. અધુરામાં પૂરું ટીએમસી તેમજ સીપીએમ જેવા સનિક પક્ષો પણ કોંગ્રેસ સામે આંખ કાઢી રહ્યાં છે. માટે આવી પરિસ્થિતિમાં તમામને સો રાખી ચાલવું રાહુલ ગાંધી માટે ખૂબજ મુશ્કેલ બની જશે.

બીજી તરફ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લી વિગતોનુસાર લોકસભા-વિધાનસભાની સંયુકત ચૂંટણી માટે ૧૩ માંથી ૯ વિપક્ષોએ નનૈયો ભણી દીધો છે. આવી સ્થિતિમાં દેશના સૌથી મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ ભેદી મૌન ધારણ કર્યું છે.

શિરોમણી અકાલીદળ, અન્ના ડીએમકે, સમાજવાદી પક્ષ, તેલંગણા રાષ્ટ્ર સમીતી સહિતના પક્ષોએ આ વિચારને સર્મન આપ્યું છે. જો કે, ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટી આ મામલાનો વિરોધ કરી રહ્યું છે. આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, તેલગુ દેશમ્ પાર્ટી, સીપીઆઈ, સીપીએમ, ફોરવર્ડ બ્લોક તા જેડીએસ સહિતના પણ વિરોધ કરી રહ્યાં છે. અલબત રામ ગોપાલ યાદવ દ્વારા આ વિચારનું સર્મન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.