Abtak Media Google News

ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી સહિતના ભાજપ અગ્રણીઓ સંતો મહંતો સાથે હવનમાં જોડાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ પ્રસંગે શહેરના ભુપેન્દ્ર રોડ સ્થિત બાલાજી મંદિર ખાતે વિજયભાઇના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે બાલાજી હનુમાનજી મંદિરના પટાંગણમાં હવનનું આયોજન કરાયું હતું. બાલાજી મંદિર શહેરની ધર્મપ્રેમી જનતા માટે આસ્થાનું પ્રતિક છે. ત્યારે રાજકોટના પનોતા પુત્ર ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીના જન્મદિન અવસરે મહંત સ્વામી રાઘારમણદાસજી દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યુઁ હતું. હવનમાં મહંત કોઠારી વિવેકદાસ, ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, સ્વામી નારાયણદાસ ખીરસરાના ભકિત પ્રકાશ સ્વામી સહિતના સંતો મહંતો અને ભાજપ આગેવાનોની પ્રેરક ઉ૫સ્થિતિમાં હવન કરાયો હતો.

બાલાજી વિજયભાઇના સંકટ હરીને દીર્ધાયુ આપે: સ્વામી રાધારમણ દાસજી

Dsc 2358

બાલાજી હનુમાન મંદીરમાં કરાયેલા હવન અંગેની વિગત આપતા આયોજક સ્વામી રાધારમણદાસજીએ અબતક મીડીયા સાથેની મુલાકાતમાઁ જણાવ્યું હતું કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસે યજ્ઞનું આયોજન કરવામાં છે. રાજકોટે ગુજરાતની પ્રજાને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસે યજ્ઞનું

આયોજન કરવામાં છે. રાજકોટે ગુજરાતની પ્રજાને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આપ્યા છે. જેનાથી રાજકોટ ગૌરવ લઇ શકે તેમ છે.

વિજયભાઇ પ્રજાના કોઇપણ પ્રશ્ર્નને કોઇપણ રીતે હલ કરવાના પ્રયાસો કરતા હોય છે. અને હાલ ચાલી રહેલ કોરોના બીમારી વિશે પણ ખુબ ચિંતીત છે.

હનુમાનજી પોતે સંકટ મોચન છે અને ભકતોના દુ:ખ હરનારા છે. ત્યારે બાલાજી હનુમાનના સાનિઘ્યમાં વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમા આહુતિઓ આપીને દાદાને પ્રાર્થના કરી કે વિજયભાઇનુું સ્વાસ્થ્ય ખુબ સારુ રહે તેમના દ્વારા પ્રજાતિક્ષી કાર્યો ખુબ સારી રીતે થાય અને ઠાકોરજી તેમને પ્રેરણા આપતા રહે, આ કોરોના માહીમારી જેણે આખા વિશ્વમાં ભરડો લીધો છે.

ત્યારે રાજકોટવાસીઓ પણ તેમાંથી બાકાત નથી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે દાદાને એવી પ્રાર્થના કરીએ કે જલ્દી જ કોરોના ને દુર કરે વહેલી તકે તેની દવા આવે અને લોકો મૃત્યુના મુખમાં જતા બચી જાય અને નિશ્ર્ચીત થઇ પોતાનું જીવન જીવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.