Abtak Media Google News

સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૭ દરમ્યાન દર્શનનો લાભ લઈ શકશે

ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ, મહેતા ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા પરિવારના વડેરા સાધ્વીરત્ના વિદુષી પૂ. નર્મદાબાઈ મહાસતીજીએ ગઈકાલે સંથારો ગ્રહણ કરેલ છે.

ખિલોસના વતની પૂણ્યવંત પિતા ભવાનભાઈ કોઠારી અને માતા મોતીબેનના પુત્રી અને કાલાવડના ગિરધરલાલ ગોકળદાસ પટેલના પત્ની તેમજ પૂ. વનિતાબાઈ મ.સ.ના જન્મદાત્રી પૂ.નર્મદાબાઈ મ.સ.એ ૨૭ વર્ષની વયે તા.૩.૧૨.૧૯૫૧ના કાલાવડમાં પૂ. રંભાબાઈ મ.સ.ની સમીપે દીક્ષા અંગીકાર કરેલ. અનેકવિધ તપસ્યા સહિત ૭૦માં વર્ષે ૩૦ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલ. ૯૫ વર્ષની જૈફ વય સુધી ઓઠીંગણ વિના હજારો શ્લોકનો સ્વાધ્યાય કરતા આત્મરમણતામાં હું છું આત્મા પરમાત્માના રટણમાં રહેતા હતા.

તાજેતરમાં ૬ જાન્યુઆરીના ગુરૂમા ગૂણોત્સવ ઉજવાયેલ જીવનના અંતે મૃત્યુને મહોત્સવ બનાવનાર આવા વિરલ સાધકના દર્શન મળવા દુર્લભ છે. ઈન્દ્રપ્રસ્થનગર તીર્થભૂમિ બનવા પામેલ છે. સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૭ કલાકે દર્શનાદિનો લાભ લેવા અને વ્યવસ્થામાં સહકાર આપવા સંઘની યાદીમા અનુરોધ કરેલ છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૨૩૨૩૫૭નો સંપર્ક કરવો પૂ. ધીરગૂરૂદેવે સંદેશમાં જણાવેલ છે કે આટલી જૈફ વયે ગુરૂમાએ આત્મ શકિતનો સાક્ષાત્કાર કરાવ્યો છે. અનંત શકિતમાન આત્મા જે ધારે તે કરવા સમર્થ છે. દર્શનાર્થીઓ પણ આવા પુનિત આત્માના દર્શન કરી જીવનમાંથી જે વ્યસન વગેરે ત્યાગ કરવા જેવા લાગે તેનો સંકલ્પ કરશે તો સિધ્ધિ મળ્યાવિના રહેશે નહિ.

સંઘ સંરક્ષક રજનીભાઈ બાવીસી, ધીરૂભાઈ વોરા, નલીનભાઈ બાટવીયા, રાજુભાઈ બાટવીયા, દીપક પટેલ, જયેશ કોઠારી, કિશોર સંઘાણી, પ્રફુલ રવાણી, નીલેશ બાટવીયા, ભારતેશ કામદાર, હિતેશ દોશી વગેરે તેમજ જયશ્રીબેન શાહ, મુંબઈથી આવેલા કુંદનબેન દોશી, જામનગરનાં ચેતનભાઈ શાહ વગેરે વ્યવસ્થામાં સહભાગી બની રહ્યા છે.

ગૂરૂમાંની અમીદ્રષ્ટિથી મારા બધા ટેન્શનો તકલીફો દૂર થઈ છે: ચેતનભાઈ શાહ

Vlcsnap 2019 05 27 10H25M10S165

અબતક સાથેની વાતચીત દરમિયાન ચેતનભાઈ શાહએ જણાવ્યું હતુકે ગૂરૂમાના સાંનિધ્યમાં છેલ્લા ૩૦ વર્ષથી છું અમારા ગૂરૂમાને ૯૫ વર્ષ થયા છે. અને તેમણે ટેકો લીધા વગર સ્વાધ્યાય કરેલું છે. અને ધર્મને દરેક વ્યકિતના જીવનમાં ઉતાર્યો છે. સાચી સમજણ જૈન તત્વ શું કહેવાય તેનું તેમને જ્ઞાન આપેલુ છે જયારે જયારે મને સંદેહ કોઈ ટેન્શન હોય ત્યારે હું દર્શન કરવા આવેલો છું ત્યારે ગૂરૂમાની અમિ દ્રષ્ટી મારા પર પડે અને મારા બધા દુ:ખો તકલીફો દૂર થઈ છે અને મેં અનુભવ્યું છે.

પૂજય મ.સ.એ ૯૫ વર્ષની વયે સંથારો ગ્રહણ કર્યો છે: રજનીભાઈ બાવીસીVlcsnap 2019 05 27 10H24M56S004

અબતક સાથેની વાતચીત દરમિયાન રજનીભાઈ બાવીસી જણાવ્યું હતુકે ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘમાં પૂ. નર્મદાબાઈ મહાસતીજી બિરાજે છે. તેમને ગઈકાલે સવારે પોણા નવ વાગ્યે સંથારાનો પાઠ ભણાવવા માટે પૂ. નર્મદાબાઈ મહાસતીજી અને જશ પરિવારના બધા મહાસતીજીઓ તથા સકળ સંઘના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મહાસતીજી પોતાના અન્નસન આરાધક અનસૂયાબાઈ સ્વામીના શિષ્યા જયોત્સનાબાઈને દોઢ માસ પહેલા પચખાણ કરાવ્યા હતા. તેઓ જ આજ પોતે ૯૫ વર્ષની ઉંમરે સંથારો ગ્રહણ કરેલ છે.

ગૂરૂમાના સંથારા સાથે ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ ખુબ પૂણ્યવાન; જયશ્રીબેન શાહ

Vlcsnap 2019 05 27 10H25M03S691

અબતક સાથેની વાતચીત દરમિયાન ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી જયશ્રીબેન શાહ એ જણાવ્યું હતુ કે સાધુ સંતોની વયાવચ માટે અમે લોકો બધા કામગીરી કરી રહ્યા છીએ. ત્યારે વૈશાખ વદ આઠમ તા.૨૬ના રોજ અમારા પૂ. પ્રેમમૂની મહારાજ સાહેબની ચૌત્રીસમી પૂણ્યતિથિ છે. અને ગૂરૂમાનો સંથારો આદ્રાવ્યો છે એટલે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખૂબ પૂણ્યવાન છે. ત્યારે આજે ગૂરૂમાએ સંથારો ગ્રહણ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.