Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ. શિક્ષણ વિદ્યાશાળા દ્વારા જયશ્રી દીદીજીની વિશેષ ઉ૫સ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી

તમે શિક્ષક તરીકે એક બાળકને પણ વ્યવસ્થિત કરી શકશો તેના જેવું બીજું કોઇ પુણ્ય નથી અને જેનામાં હિંમત હોય તે જ શિક્ષણ બની શકે. આ શબ્દો છે પૂ. દીદીજીના કે જેઓએ સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપક્રમે યોજાયેલા શિક્ષક દિવસ ના કાર્યક્રમમાં ભાવિ શિક્ષકો અને તાલીમાર્થીઓને આશિવચન પાઠવી રહ્યા હતા. રાધાકૃષ્ણનના જન્મદિવસ નીમીતે પૂ. દીદીજીએ રાધાકૃષ્ણનજીને યાદ કરતાં કહ્યું કે દાદાજી સાથે  રાધાકૃષ્ણનો ખુબ નજીકનો સંબંધ રહયો છે. દાદાજીએ ઉભી કરેલી સૌ પ્રથમ શિક્ષણ સંસ્થા તત્વજ્ઞાન વિઘાપીઠ નું ફોર્મલ ઉદધાટન રાધાકૃષ્ણનજીના શુભ હસ્તે જ થયું અને જીવનના છેલ્લા સમય સુધી તેમણે દાદાજીના કાર્ય પર પ્રેમ રાખ્યો, કાળજી કરી. આ વિશેષ પ્રસંગે પૂ. દીદી સાથે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સૌરાષ્ટ યુનિ.ના કુલપતિ ડો. નીતીન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, કાર્યક્રમના સૌરાષ્ટ્ર યુનિ. ના મુખ્ય આયોજકો ડો. નિદતભાઇ બારોટ, ડો. જનકભાઇ મકવાણા, સીન્ડીકેટ મેમ્બર્સ ડો. ભરતભાઇ રામાનુજ: ડો. હરદેવસિંહ જાડેજા ડો. ગીરીશભાઇ ભિમાણી ઉ૫સ્થ્તિ રહ્યા હતા.

પૂ. દીદીજીએ એમ પણ જણાવ્યું હતું કે ગીતામાંથી નિષ્પન્ન તથતા શિક્ષણના મૂલ્યો અને શિક્ષકત્વ આ વિષયની જયારે વિચારણા કરીએ ત્યારે ઘ્યાનમાં આવે કે ગીતા રસ્તો બતાવે છે. માર્ગદર્શન આપે છે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શું કરવું એ નહિ, પણ કેવી રીતે કરવું એ કીધું છે. માનવને કેન્દ્રમાં રાખીને કહેવાયેલું વિશ્ર્વનું તત્વજ્ઞાન શ્રીમદ ભગવતગીતા જ છે. ગીતા શબ્દ આવે કે ઉત્સાહ આવે ચૈતન્ય આવે પણ પણ ગીતા પોતાને શિક્ષક માની નથી. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાબરીયાએ જણાવ્યું હતું કે જે રીતે માટીમાંથી ઘડતરથી ધડૂલો બને છે તે જ રીતે તમે બાળકોને ઘાટ આપવાનું કામ કરો છો. કુદરતે શિક્ષકોને આ કામ કરવાની તક આપી છે. સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે મને મળેલા કર્તવ્યમાં ઇશ્ર્વરની કૃપા છે. હ્રદયથી કામ કરે તે જ સારો શિક્ષક ડો. નિદતભાઇ બારોટે પૂ. દીદીજીને મળેલ લોકશિક્ષક પુરસ્કાર અને સરસ્વતી  પુરસ્કારની વાત સાથે પુ. દીદીજીની વિશેષ આંતરરાષ્ટ્રીય ઓળખ આપી હતી. કાર્યક્રમની શરુઆતમાં સૌરાષ્ટ્ર યુનિ. ના શિક્ષણ વિઘાશાળાના ડીન ડો. નીદત બારોટે કાર્યક્રમનું મહત્વ સમજાવતા અને મહેમાનોને અવાકાર આપતા જણાવ્યું હતું કે આજનો આ કાર્યક્રમ એટલા માટે વિશેષ મહત્વનો છે. કે ડાયસ પરના મુખ્ય મહેમાનો તેમના હોદાની રીતે નહી પરંતુ એક શિક્ષક તરીકે કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહ્યા છે. પૂ. જયશ્રી દીદી સ્વાઘ્યાય પરિવારના મોભી હોવા ઉપરાંત મુંબઈની પ્રતિષ્ઠિત એલ્ફીન્સ્ટીન્ટ કોલેજમાં અઘ્યાપક તરીકે સેવા આપતા હતા. તેઓએ દેશ વિદેશમાં અનેક જગ્યાઓએ કાર્યક્રમોમાં નેતૃત્વ કરેલ છે.

In-The-Bhagavad-Gita-The-Only-Philosophy-Of-The-World-That-Is-Said-To-Be-Human-Centered-Is-Pu-Sister
in-the-bhagavad-gita-the-only-philosophy-of-the-world-that-is-said-to-be-human-centered-is-pu-sister

કાર્યક્રમમાં કુલપતિએ વિઘાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે તમે જે જગ્યાએ છો તે જગ્યાએ ઉતમ કામ કરો, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરો, આ રાષ્ટ્રને આગળ લઇ જવામા તમારા લોકોનો સૌથી વધુ ફાળો રહેનાર છે. કાર્યક્રમ વખતે ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણીએ જણાવાયું હતું કે સ્વાઘ્યાય પ્રવૃતિ અને પૂ. દાદાનો ધનિષ્ઠ નાતો તેમનો રહ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે દાદાએ કરેલા સફળ પ્રયોગો સમાજમાં સામાન્ય લોકોને એક બનીને રાખવામાં ખુબ મહત્વના સાબિત થયા છે. કાર્યક્રમની આભાર વિધિ શિક્ષણ વિઘાશાખાના અધરધેન ડીન ડો. જનકભાઇ મકવાણાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઇગ્લીશ લેગ્વેજ ટીચીંગ બે.એડ. કોલેજના પ્રાઘ્યાપક ડો. જીતેન ઉઘાસ એ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિઘાશાખાના ડીન ડો.નિદત બારોટ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.