Abtak Media Google News

 

રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ વિણાબા જાડેજાની ઉ૫સ્થિતિમાં પ્રમુખ તરીકે માયાબા જાડેજા, ઉપપ્રમુખ રેખાબા રાણાની નિમણુંક

અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાની મહીલા પાંખનાી તાજેતરમાં સરિતા-વિહાર સોસાયટીનાં કોમ્યુનીટી હોલ ખાતે મહાસભા યોજાઇ હતી. જેમાં રાજકોટ શહેર તથા આજુબાજુનાં વિસ્તારમાંથી ક્ષત્રીય સમાજની મહીલાઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

આ તકે અખીલ ભારીય ક્ષત્રીય સમાજની મહીલા પાંખના રાષ્ટ્રિય ઉપાઘ્યક્ષ વિણાબા જાડેજા (કચ્છ) ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ મીટીંગમાં ક્ષત્રીય સમાજનાં બહેનોએ વિવિધ પાસાઓની ચર્ચાઓ કરી હતી અને અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાનાં રાજકોટ એકમનાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે જાણીતા ક્ષત્રીયમહીાલ અગ્રણી કે જેઓ છેલ્લા વછસી વર્ષથી સમાજસેવા સાથે જોડાયેલા છે. માયાબા જાડેજા (શાપર-વેરાવળ) બા. પ્રો. ડો. રેખાબા રાણા (કંથારીયા) ની વરણી કરાઇ હતી. તેમજ મંત્રી તરીકે પુજાબા ઝાલા, ભાવનાબા જાડેજા, હંસાબા બી.ઝાલા, જનકબા ઝાલા, સહમંત્રી તરીકે જનકબા વિક્રમસિંહ જાડેજા, કૈલાશબા જાડેજા, હિનાબા જાડેજા, ખજાનચી તરીકે જયોતિબા પરમાર, કોકીલાબા જાડેજા, કૈલાશબા જાડેજા, રૈખાબા જાડેજા, સહખજાનચી તરીકે ઇલાબા પરમાર, ઇલાબા જાડેજા, સંગઠન મંત્રી પ્રતિબા જાડેજા, સંકુતલાબા ચુડાસમા, કલ્પનાબા ઝાલા, રીટાબા જાડેજા, આયોજન મંત્રી તરીકે ચંદ્રાબા પરમાર, નયનાબા જાડેજા, પ્રકાશબા રાઓલ, શીતલબા જાડેજા, રાજકોટ વોર્ડ પ્રમુખ તરીકે ભાવનાબા વાઘેલા, રીટાબા ઝાલા, રાજબા જાડેજા: તાલુકા પ્રમુખ તરીકે સુલેખાબા જાડેજા, હંસાબા જાડેજા, ઉપપ્રમુખ રાજેન્દ્રબા જાડેજા, કમીટી સભ્ય ચૌહાણ નીશાબા, વિદ્યાબા જાડેજા, ઇન્દ્રબા રાણાની વરણી કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે જોડાવવા ઇચ્છુકોએ મો. ૯૭૨૨૨ ૦૩૦૩૩ અને ૯૧૭૩૯૧ ૭૩૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.