Abtak Media Google News

‘અબતક રજવાડી’  રાસોત્સવમાં દિવસેને દિવસે વધી રહ્યો છે ખેલૈયાઓનો ઉત્સાહ

‘અબતક રજવાડી’  રાસોત્સવનો ખેલૈયાઓએ મનમુકી રાસ રમી ધમાકેદાર પ્રારંભ કર્યો છે તયારે ગઇકાલે ત્રીજા નોરતે પણ ખેલૈયાઓ ‘અબતક રજવાડી’  રાસોત્સવમા: આનંદ ઉમંગથી ઝુમ્યા હતા. દિવસે – દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. નામાંકિત ગાયકો અવનવા ગીતો ગરબા રજુ કરી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે અને દિવસે ને દિવસે ઉત્સાહ વધારી રહ્યા છે. વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત સીકયોરીટી, બંદોબસ્ત, પાકીંગની સુંદર વ્યવસ્થા હોય ખેલૈયાઓ નિશ્ર્ચિત બની રાસ રમવા સમયસર આવી પહોંચે છે. ભવ્ય લાઇટીંગ અને વિશાળ ગ્રાઉન્ડમાં યુવક-યુવતિઓ મનમુકીને નાચે છે વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવે છે અને ઉત્સાહીત કરવામાં આવી રહ્યાં છે.

અમારા ગ્રુપને ‘અબતક રજવાડી’ રાસોત્સવની સાઉન્ડ  સીસ્ટમ ખુબ જ ગમે છે: હિરેનભાઇ

અબતક સાથેની વાતચીતમાં ‘અબતક રજવાડી’ ખેલૈયા હિરેનભાઇએ જણાવ્યું હતું કે અર્વાચીન ગ્રુપ અમારુ ખાસ ટ્રેડીશ્નલ માટે તૈયારીઓ ભરપુર કરીએ છીએ. સાથો સાથ  નવું કલેકશન પણ અમે અપનાવીએ છીએ. નવરાત્રીમાં વરસાદ આવતા ગ્રુપના સભ્યોને થોડું દુ:ખ થાય  છે. અને સાથે ડર રહે છે કે નવરાત્રી કેવી રીતે ઉજવીશું તેમ છતાં નવરાત્રી ગરબાનો ઉત્સાહ એટલો વધુ છે કે વરસાદ હોવા છતાં અમે પ્રેકટીસ ચાલુ જ રાખી હતી.

અર્વાચીન ગુ્રપ છેલ્લા નવ વર્ષથી ગરબા  રમવા આવે છે સાથો સાથ આ વર્ષે વરસાદ હોવા છતાં અમારા ગ્રુપનો જોશ ઉતર્યો નથી. ગોંડલ ખાતે અમારી પ્રેકટીસ આખું વર્ષ ચાલે છે ‘અબતક રજવાડી’ નું આયોજનમાં ખુબ જ સરસ છે જેમાં અમારા ગ્રુપને ખાસ કરી સાઉન્ડ સિસ્ટમ બહુ જ  ગમે છે.

ફીમેલ ખેલૈયાઓ વધુ રમવા આવતા હોય તેનું એક માત્ર કારણ પૂરેપૂરી સુરક્ષા અપાઇ છે: વિશાલ પટેલ

Dsc 6215

અબતક સાથેની વાતચીતમાં ‘અબતક રજવાડી’ આયોજક વિશાલ પટેલે જણાવ્યું હતું કે ‘અબતક રજવાડી’ રાસોત્સવ છેલ્લા આઠ વર્ષથી રાજકોટના ખેલૈયાઆઓ માટે સુંદર આયોજન આપી રહ્યા છે. ત્યારે આ વર્ષે મેધરાજા પ્રથમ નોરતે થી જ સતત વરસી રહ્યા છે. જેના કારણે પ્રથમ નોરતે આપણે  ગરબા આયોજન રદ કરવું પડયું. પરંતુ બીજા નોરતેથી જયારે ‘અબતક રજવાડી’ રાસોત્સવ શરુ થયો ત્યારે ખેલૈયાઓએ તેમનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો.

કારણ કે નવરાત્રી ગુજરાતીઓ અને ખાસ રાજકોટવાસીઓ માટે બહુ જ લોકપ્રિય તહેવાર છે. મેધરાજાની નાની ઇનીંગ ગ્રાઉન્ડને તરબતોડ કરી ગઇ હતી. પરંતુ આયોજનની પૂરી ટીમે સતત પાણીનો નિકાલ કરી ખેલૈયાઓ માટે ગરબા રમી શકે તેવું ગ્રાઉન્ડ તુરંત પુરુ પાડયું.

‘અબતક રજવાડી’ માં ખેલૈયાઓ માટે આ વર્ષે રજવાડી ટાઇમ આયોજન કરવામાં આવ્યું છે. જયારે ‘અબતક રજવાડી’ માં ફીમેલ ખેલૈયાઓ વધુ ગરબા રમવા આવે તેનું એકમાત્ર કારણ સુરક્ષા છે કે જે ખેલૈયાઓને પુરેપુરી સુરક્ષા આપવામાં આવે છે.

અમે ટ્રેડીશ્નલ પોશાક પર ખાસ ઘ્યાન આપીએ છીએ: પરમાર અક્ષીતા

Vlcsnap 2019 10 02 12H14M23S51

અબતક સાથેની વાતચીતમાં ખેલૈયા પરમાર અક્ષીતાએ જણાવ્યું હતું કે અમે લોકો જેતપુરથી ‘અબતક રજવાડી’ માં ગરબા રમવા આવીએ છીએ. ગરબાની સાથે સાથે ખાસ ટ્રેડીશ્નલ લુકમાં પણ ઘ્યાન આપી અમે અવનવા ટ્રેડીશ્નલ કપડા પર ઘ્યાન આપીએ છીએ.

છેલ્લા છ માસથી હું વરસાદ, તડકો કે ઠંડી જોયા વગર અમે ગરબાની પ્રેકટીસ કરતા હતા. હું છેલ્લા પાંચ વર્ષ નવરાત્રી રમવા માટે રાજકોટ આવું છું.

તેનું એકમાત્ર એક જ કારણ છે કે અબતક રજવાડીનું આયોજન ખુબ સરળ લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.