Abtak Media Google News

ગરબાના સૂર તાલે ભુલકાઓથી માંડી યુવાનોનો થનગનાટ

શહેરમાં નવરાત્રીમાં ચારે દિશાઓમાં રમઝટ મચી રહી છે ત્યારે નાનામૌવા પાસે ‘અબતક રજવાડી’ રાસોત્સવમાં નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓનો ઉમળકો જોવા મળી રહ્યો હતો. ખેલૈયાઓએ ‘અબતક રજવાડી’ની સુવિધાઓ અને આયોજનની ભરપુર પ્રશંસા કરી હતી. સાથો સાથ ખેલૈયાઓને ગ્રાઉન્ડ પર ઉમંગ-ઉત્સાહ સાથે ગરબા રમવા આખુ પ્લેટફોર્મ મળ્યું છે. એમ પણ જણાવ્યું હતું કે, ‘અબતક રજવાડી’માં આવનાર ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અબતક રાસોત્સવ દ્વારા રંગીલા રાજકોટના Vlcsnap 2018 10 12 12H18M43S238ગરબા રસિકોને એક ખુબ સરસ પ્લેટફોર્મ મળ્યું હોય તેમ ખેલૈયાઓ ગરબાઓના સુરતાલ સાથે ઝુમી ઉઠયા હતા.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, Vlcsnap 2018 10 12 12H10M11S238સૌપ્રથમ તો માતાજીની આરાધના નવરાત્રી પર્વને આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોએ ખુબ ખુબ શુભકામના. આજે અબતક રજવાડી મહોત્સવમાં ભાઈ અમિતભાઈ, ગૌતમભાઈ, ચેરમેન વિશાલભાઈના આમંત્રણને માન આપી આવાનું થયું છે ત્યારે આવીને આપણને એવું થાય કે જે પ્રકારની વ્યવસ્થા ખેલૈયાઓને પુરતી મળી રહે એ પ્રકારનું સરસ આયોજન, સરસ ગ્રાઉન્ડ અને તમામ સારી સુવિધાઓ સાથે રાજકોટ રંગીલુ શહેર છે. Vlcsnap 2018 10 12 12H03M59S77કોઈપણ તહેવાર ઉજવવા પાછળ નથી રહેતું ત્યારે રાજકોટમાં યુવાધનને નવરાત્રી પર્વનો અનેરો ઉત્સાહ હોય છે ત્યારે રાજકોટના ખેલૈયાઓને પ્લેટફોર્મ પુરુ પાડતા હોય છે. આપ જોઈ શકો છો આટલા દિકરા-દિકરીઓ જયારે રમે છે ત્યારે એક શાંતીથી એક સારા આયોજનમાં અમે સારા આયોજકને કારણે રમી શકે છે તે ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે.

અબતક સાથેની વાતચીતમાં મોહિત રૂપરાણીયાએ જણાવ્યું હતું કે, Vlcsnap 2018 10 12 12H11M25S120નવરાત્રી માટે અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રીને લઈને ઘણો બધો ઉત્સાહ પણ છે. ગ્રુપ સાથે અમે આઠ મહિના અગાઉથી પ્રેકટીસ કરીએ છીએ અને ગ્રુપ સાથે અબતક રજવાડી આવાનું કારણ બસ એટલું જ કે ખેલૈયાઓ હરિફાઈ સાથે ગ્રાઉન્ડથી લઈ તમામ સુવિધાઓ સાથે ગરબા રમવાની ખુબ જ મજા આવે છે. એરિયાની સાઉન્ડ સિસ્ટમ, બીટ અને ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે ખુબ સારું છે.

ફીની વિરોજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રીમાં ગર્લ્સને ઘણો બધો ઉત્સાહ હોય છે અને તેના માટે અમે ઘણા સમય અગાઉથી તેની તૈયારીઓ કરવા લાગીએ છીએ. રાજકોટમાં થતા ઘણા બધા ગરબાઓમાં ખાસ અબતક રજવાડીમાં આવવાનું બસ એક જ કારણ છે કે અહિંયા ફેમિલી જેવો માહોલ હોય છે. સાથે પોતાની રીતે રમી શકે છે અને અહીંયા આવતા ખેલૈયાઓમાં સારી એવી હરીફાઈ જોવા મળે છે. અબતક રજવાડીનાં આયોજનમાં હર એક વસ્તુ ખુબ જ સરસ છે.Vlcsnap 2018 10 12 12H13M14S243 1

અબતક સાથેની વાતચીતમાં ખેલૈયાઓમાં હરિતા ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નવરાત્રીને લઈને કહેવાય તો હર એક તહેવારોમાંથી જો કોઈ પસંદગીનો તહેવાર હોય તો એ નવરાત્રી છે કે નવરાત્રીના ૧૦ મહિના પહેલા અમે લોકો તેની તૈયારીઓ શરૂ કરીએ છીએ કે જેનાથી સ્ટેમીના વધે સાથે કોસ્ચ્યુમને લઈને પણ તૈયારીઓ હોય કે કયાં દિવસે શું પહેરવું. દસ દિવસ ગરબા રમવા માટે અમ લોકો છ મહિનાથી પ્રેકટીસ કરીએ છીએ કે Vlcsnap 2018 10 12 12H16M35S222જેથી નવરાત્રીમાં રમવાની સાથે રોજીંદા કામને પણ સંભાળી શકીએ. અબતક રજવાડીમાં આવાનું ખાસ કારણ એ છે કે ગ્રુપમાં પ્રેકટીસ સાથે સારું બોન્ડીંગ પણ છે સાથે આ એવી જગ્યા છે જયાં ખુબ જ સરસ આયોજન સાથે ખેલૈયાઓમાં ભરપુર ઉત્સાહ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.