Abtak Media Google News

ગરમીનો પારો ઉચકાતા લોકોના મગજ પણ ગરમાયા!

બાઈક અડી  જતા બંને જૂથના લોકો ધોકા લઈ સામસામે આવી ગયા:બંને જૂથના મળી કુલ ૨૨ વિરુદ્ધ હળવદ  પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ:પોલીસે વધુ તપાસ હાથ ધરી

હહળવદ તાલુકાના સૂર્યનગર ગામે હોળીની રાત્રીએ બે જૂથ થયેલ માથાકૂટમાં ૧૨ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી આ બનાવને લઇ બંને પક્ષ દ્વારા હળવદ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે હોળીની રાત્રીએ ઠાકોર સમાજના બે જૂથ બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતે સામસામે આવી ગયા હતા અને ધોકા પાર્ટી એક બીજા પર તૂટી પડ્યા હતા જેમાં ૧૨ જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામતાં સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા

3.Banna For Site

જેથી બનાવને પગલે બંને જૂથના લોકોએ હળવદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે જેમાં નવઘણભાઈ અવચરભાઇ ખાંભળીયા એ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી વિપુલ મેરા ચરમારીએ મારા બાઈક સાથે તેનું બાઈક અથડાવી તેનું મનદુખ રાખી આરોપી વિપુલ ભાઈ મેરા ભાઈ ચરમારી, રાહુલભાઈ મેરાભાઈ ચરમારી, જેરામભાઈ મેરાભાઈ ચરમારી, મેરાભાઇ કમાભાઈ ચરમારી, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી, સવિતાબેન મેરાભાઈ ચરમારી સહિતના આરોપીઓએ ધોકા લાકડી વડે નવઘણભાઈ ,મધુબેન, બળદેવભાઈ, વાઘજીભાઈ,ધર્મેન્દ્રભાઈ, વજુભાઈ,માનસંગભાઈ, ભુપતભાઈ,બાદુરભાઈ ને મારી ઈજાઓ પહોંચાડી હતી જેથી તેઓને સારવાર માટે ખેડવામાં આવ્યા હત જેથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી આરોપી ઓ ને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

જ્યારે સામાપક્ષે વિપુલભાઈ મેરા ભાઈ ચરમારી એ નોધાવેલ ફરીયાદ માં જણાવ્યું છે કે આરોપી એ બાઈક ભટકાડી બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે રાહુલભાઈ,સવિતાબેન, કુકાભાઈ,તેમજ એક અન્યા મળી કુલ ચાર લોકોને ઈજાઓ પહોંચાડી હતી જેથી આરોપી નવઘણભાઈ અવસર ભાઈ ખાંભળીયા,પ્રવીણભાઈ અવસર ભાઈ ખાંભળીયા,બાદુર ભાઈ અવચરભાઇ ખાંભળીયા, દિનેશભાઈ બાલાભાઈ ખાંભળીયા,ભુપતભાઈ બાલાભાઈ ખાંભલીયા,વજુભાઈ બહાદુરભાઇ સાંભળીયા,રમીલાબેન વજુભાઈ ખાંભળીયા,ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઇ ખાંભળીયા, વાઘજીભાઈ બાલાભાઈ સાંભળીયા, નવઘણભાઈ અવચરભાઈ સાંભળીયા, નવઘણભાઈ ની પત્ની, બળદેવભાઈ ભુપતભાઈ ખાંભળીયા,માનસંગભાઈ રામસંગભાઇ ખાંભળીયા, ભુપતભાઈ ના પત્ની,પ્રવીણભાઈ ના પત્ની અને જયદેવભાઈ નવઘણભાઈ ખાંભળીયા વિરુદ્ધ વિપુલ મેરાએ  ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હળવદ પીઆઈ  સંદિપ ખાંભલા ચલાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.