Abtak Media Google News

આંબેડકરનગરની તરૂણીની ઉંઘ દરમિયાન ચોટલી કપાઈ જતા પોલીસ ચોકી ઉઠી

દેશના અન્ય રાજયોમાં ઉંગમાં સુતેલ યુવતીઓની ચોટલી કાપી જવાની ઘનાઓ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉતર પ્રદેશમાં તો બની હતી પરંતુ આવી જ ઘટના ગુજરાતમાં ગઈકાલે બની હતી જેમાં ગાંધીનગરના માણસા તાલુકાના માણેક પૂર ગામે એક મહિલાની ચોટલી રાત્રે ઉંઘ દરમિયાન કપાઈ ગઈ હતી. તેવી જ ઘટના આજરોજ રાજકોટમાં બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરના આંબેડકરનગરમાં રહેતી ૧૭ વર્ષની પટેલ તરૂણી ઉંઘમાંથી જાગી ત્યારે તેની માથાના વાળની ચોટલી જમીન પર પડેલી જોતા હતપ્રભ થઈ ગઈ હતી, આ દ્રશ્ય જોતા ત‚ણીનો પરિવાર પણ અવાચક થઈ ગયો હતો. અને સમગ્ર મામલો માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.ચોટલી કપાવાની ઘટનાના ભોગ બનનાર ત‚ણીના ભાઈએ જણાવ્યું હતુ કે વહેલી સવારે નિત્યક્રમ મુજબ જયારે ત‚ણી ઉઠી ત્યારે તેના માથાના વાળની આખી ચોટલી કોઈ કાપી ગયું હતુ ત‚ણીના ભાઈના જણાવ્યા અનુસાર યુવતી જે ‚મમાં સુતી હતી તેમાં તે યુવતી સાથે તેની નાની બહેન અને તેની ભત્રીજી પણ સાથે સુતા હતા. આ બનાવ બન્યો તેની કોઈને જાણ પણ નથી થઈ, વધુમાં જાણવા મળતી વિગત મુજબ ત‚ણી જે ‚મમાં સુતી હતી તે ‚મ રાતથી જ અંદરથી બંધ હતો તો ચોટલી કપાઈ શી રીતે? તે જાણવા માલવીયાનગર પોલીસનો સ્ટાફ પણ ગડમથલમાં મૂકાઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે દિવસમાં ચોટલી કપાવાની આ બીજી ઘટના બનતા લોકોમાં પણ આશ્ર્ચર્ય સાથે ગભરાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.