Abtak Media Google News

વર્ષ ૨૦૧૦માં રેકોર્ડબ્રેક ૫૫॥ ઈંચ વરસાદ પડયો હતો: ૧૯૭૯માં ૫૩ ઈંચ, ૨૦૦૭માં ૫૨.૬૮ ઈંચ અને ૨૦૧૭માં ૫૧.૭ ઈંચ વરસાદથી રાજકોટ થયું હતું તરબોળ

ચોમાસાની સીઝનમાં ધોરી ગણાતા એવા અષાઢ માસમાં સંતોષકારક વરસાદ ન પડતાં રાજકોટવાસીઓમાં નિરાશા વ્યાપી જવા પામી છે. આજ સુધીમાં શહેરમાં મોસમનો માત્ર ૯ ઈંચ જેટલો જ વરસાદ પડયો છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી ચોકકસ આપવામાં આવી છે પરંતુ શહેરમાં મેઘરાજા માત્ર ડહોળ કરીને હેત વરસાવે છે. મન મુકીને વરસતા નથી. છેલ્લા ૭૦ વર્ષનાં ઈતિહાસ પર નજર કરવામાં આવે તો રાજકોટમાં માત્ર ચાર વખત જ ૫૦ ઈંચથી વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શહેરમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૦માં રેકોર્ડબ્રેક ૫૫.૫૦ ઈંચ પડયો હતો જયારે સૌથી ઓછો વરસાદ ૧૯૭૩માં માત્ર ૭ ઈંચ પડયો હોવાનું નોંધાયું છે.

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ છેલ્લા ૭૦ વર્ષનાં ચોમાસાનાં ઈતિહાસમાં રાજકોટમાં માત્ર ચાર વખત જ ૫૦ ઈંચ કે તેથી વધુ ઈંચ વરસાદ પડયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રેકોર્ડ મુજબ વર્ષ ૧૯૮૯ થી ૨૦૧૮ સુધીમાં રાજકોટમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૭૨૧ મીમી એટલે કે ૨૯ ઈંચ જેટલો વરસાદ પડે છે. આ વર્ષે આજ સુધીમાં શહેરમાં ૨૨૦ મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વર્ષ ૨૦૧૦માં ૨જી જુને રાજકોટમાં પ્રથમ વરસાદ પડયો હતો અને ચોમાસાની સીઝનનો કુલ ૧૩૮૭.૫૦ મીમી એટલે કે ૫૫.૫૦ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આ રેકોર્ડ છેલ્લા ૯ વર્ષમાં તુટયો નથી અને છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડવાનો આ રેકોર્ડ છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં આજી, ન્યારી અને ભાદર સહિતનાં રાજકોટની જળજ રૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થયા હતા. વર્ષ ૧૯૭૯ એટલે કે મચ્છુ હોનારતનાં વર્ષે શહેરમાં ૧૩૨૫ મીમી એટલે કે ૫૩ ઈંચ વરસાદ પડયો હતો. ૨૦૦૭માં ૧લી જુલાઈએ ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ પડયો હતો. મોડા વરસાદમાં પણ મેઘરાજાએ રાજકોટને તરબોળ કરી દીધું હતું અને મોસમનો ૧૩૧૭ મીમી અર્થાત ૫૨.૬૮ ઈંચ વરસાદ પડયો હતો. આ વર્ષે પણ આજી અને ન્યારી સહિતનાં જળાશયો છલકાય ગયા હતા. છેલ્લે વર્ષ ૨૦૧૭માં રાજકોટમાં મોસમનો ૧૨૯૨.૫ મીમી એટલે કે ૫૧.૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટનાં ૭૦ વર્ષનાં ઈતિહાસમાં માત્ર ચાર વખત જ ૫૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડયો હતો. આ ઉપરાંત વર્ષ ૧૯૫૩, ૧૯૫૯, ૧૯૭૯, ૧૯૮૮, ૧૯૯૪, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૧૦, ૨૦૧૩ અને ૨૦૧૭માં ૪૦ ઈંચથી વધુ વરસાદ પડયો હતો.

In-Rajkot,-Only-6-Inches-Of-Rain-In-6-Years
in-rajkot,-only-6-inches-of-rain-in-6-years

૧૯૭૩ અને ૧૯૭૪ ઉપરાઉપર બે વર્ષ દુષ્કાળ: માત્ર ૭ અને ૮ ઈંચ જ વરસાદ

રાજકોટમાં વર્ષ ૧૯૭૩ અને ૭૪માં ઉપરાઉપર બે વર્ષ દુષ્કાળે અજગરી ભરડો લેતા શહેરમાં પાણીનો પોકાર સર્જાયો હતો. ૧૯૭૩માં ૨૨મી મેએ રાજકોટમાં મેઘરાજાનું આગમન થતા એવી આશા ઉભી થઈ હતી કે, આ વર્ષે સારો વરસાદ પડશે પરંતુ માત્ર ૧૭૫ મીમી એટલે કે ૭ ઈંચ જેટલો જ વરસાદ પડયો હતો. આ કાળમાં દુષ્કાળમાંથી શહેરીજનો બહાર નિકળે તે પહેલા જ ૧૯૭૪માં દુષ્કાળનું વર્ષ રહ્યું હતું અને આ વર્ષે માત્ર ૮ ઈંચ જેટલો જ વરસાદ પડયો હતો. ૧૯૮૬માં પણ શહેરમાં ૮ ઈંચ અને ૧૯૮૭માં ૭.૪૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ચોમાસામાં શહેરમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ પડે છે પરંતુ વર્ષ ૧૯૫૧, ૧૯૫૨, ૧૯૫૪, ૧૯૫૫, ૧૯૫૭, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪, ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૯, ૧૯૯૦, ૧૯૯૧, ૧૯૯૨, ૧૯૯૩, ૧૯૯૫, ૧૯૯૬, ૧૯૯૭, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬ અને ૨૦૧૮માં સરેરાશ કરતા ઓછો વરસાદ પડયો હતો.

વર્ષ ૧૯૮૯થી ૨૦૧૮ સુધી શહેરમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં વર્ષ ૧૯૮૯ થી ૨૦૧૮ સુધીમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૭૨૧ મીમી એટલે કે ૨૯ ઈંચ જેટલો વરસાદ વરસતો હોવાનું નોંધાયું છે. આ વર્ષે હવામાન વિભાગનાં ચોપડે રાજકોટમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ ૧૮૬ મીમી એટલે કે ૨૬ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૧૪ મીમી અથાત ૮ ॥ ઈંચથી વધુ વેસ્ટ ઝોન વિસ્તારમાં ૨૨૦ મીમી એટલે કે પોણા નવ ઈંચ જેટલો અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૧૮૮ મીમી એટલે કે ૭॥ ઈંચ જેટલો વરસાદ પડયો છે.

In-Rajkot,-Only-6-Inches-Of-Rain-In-6-Years
in-rajkot,-only-6-inches-of-rain-in-6-years

૨૦૦૭માં ૧લી જુલાઈએ પડયો હતો મોસમનો પ્રથમ વરસાદ

સામાન્ય રીતે શહેરમાં મે અથવા જુન માસમાં મોસમનો પ્રથમ વરસાદ મે અથવા જુન માસમાં પડી જતો હોય છે. વર્ષ ૨૦૦૭માં મેઘરાજાએ હેત વરસાવવામાં રાજકોટવાસીઓને લાંબો ઈન્તજાર કરાવ્યો હતો. ૧લી જુલાઈએ મોસમનો પ્રથમ વરસાદ પડયો હતો તે પણ ઝાપટા સ્વરૂપે. આવામાં શહેરીજનોને મનમાં એક ડર બેસી ગયો હતો કે આ વર્ષે ચોમાસું નબળું તો નહીં રહે પરંતુ જુલાઈ અને ઓગસ્ટ માસમાં મેઘરાજાએ જુનની ઘટ સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધી હતી અને ૧૩૧૭ મીમી એટલે કે ૫૨.૬૮ ઈંચ જેટલું પાણી વરસાદી હતું જેનાં કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા સ્થાનિક જળાશયો આજી અને ન્યારી ઓવરફલો થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.