રાજકોટ શહેર અને જિલ્લામાં મત ગણતરી દરમિયાન ચૂસ્ત બંદોબસ્ત

પેરામિલ્ટ્રી ફોર્સ, એસઆરપી અને પોલીસ જવાનો દ્વારા કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે અને સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ

વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકની મતપેટી કણકોટ ખાતે એન્જિનીયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા બાદ તા.૧૮ ડિસેમ્બરે મત ગણતરી થવાની છે ત્યારે મત ગણતરી કેન્દ્ર ખાતે અને શહેર અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ શહેરની ચાર અને રાજકોટ જિલ્લાની ચાર બેઠકની મત ગણતરી દરમિયાન કણકોટ એન્જિનીયરીંગ કોલેજ ખાતે રાજકીય કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થવાના હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઉપરાંત પેરામિલ્ટ્રી ફોર્સ, એસઆરપી, હોમગાર્ડ સહિતના પોલીસ સ્ટાફને તહેનાત કરવામાં આવ્યો છે.

વિજેતા ઉમેદવાર દ્વારા વિજય સરઘર કાઢતા હોવાથી તેમના વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજી ખાતે વધારાનો પોલીસ સ્ટાફ ગોઠવવાની વ્યવસ્થા જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા કરવામાં આવ્યાનું ‘અબતક’ને જણાવ્યું છે.

Loading...