રાજકોટમાં વહેલી સવારે ૨.૪ની તીવ્રતાનો આંચકો

આંચકાની તિવ્રતા સામાન્ય હોય અનુભવ ખૂબ જ ઓછા લોકોને થયો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. જો કે ઠંડીમાં વધઘટની સાથે ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ૩:૫૪ કલાકે રાજકોટથી ૩૧ કીમી દૂર ૨.૪ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકોને આ અંગે ખબર નથી.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રાજકોટમાં વહેલી સવારે ૩:૫૪ વાગ્યે આવેલા ૨.૪ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૩૧ કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટ  હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આંચકાની વધુ અસર જોવા મળી નથી. આંચકાની તીવ્રતા હળવી હોવાથી લોકોને પણ આ અંગે ખબર નથી.

ધરતી પરની સપાટી ૭ ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાના ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે. વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે.આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે. કહી શકાય કે ઠંડીની વધઘટને કારણે પણ ભૂકંપ આવ્યો હોય. રાજકોટમાં થોડાં દિવસ પૂર્વે પણ ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા.

Loading...