જોડીયાના રામવાડી આશ્રમ ખાતે સંતોના આગમનને વધાવવાની તૈયારી પૂરજોશમાં

65

કાલથી અઠવાડીયા સુધી પૂજન, મહાઆરતી, સંર્કિતન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે: રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાશે

જોડિયા ધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સંતોની પાવન બનેલી ભૂમિ એવા શ્રી ઉદાસીન  સત કુટીર રામવાડી આશ્રમમાં જયશ્રી ભોલેબાબા ની જગ્યા ખાતે કાશીક્ષેત્ર તીર્થ ભૂમિથી જોડિયા ને વિશેષ પાવન કરી એવા પૂજ્ય વંદનીય સત શ્રી ભોલેદાસજીબાપુએ આ સંતો ની પ.પૂ.સત શ્રી ધરમલાલબાપાની ભૂમિને વિશેસ પાવન કરી જ્યાં પૂ.વિશ્વવંદનીય સંત શિરોમણિ શ્રી જલારામબાપા પધાર્યા હતા. જેમણે રામવાડી નામ આ જગ્યા ને આપેલ એવા પૂ.ધરમલાલબાપા નું સ્મૂતી મંદિર પણ રામવાડી માં પ્રવેશતા જ છે. રામવાડી માં પૂ. વંદનીય મહંતશ્રીભોલેદાસજીબાપુ  ૧૯૭૨ માં આ જગ્યા ને વિશેષ પાવન કરી અને તેમના આગમનથી આ સંતો ની ભૂમિમાં ઉદાસીન સંપ્રદાય ના મહાન ભેખધારી સિધ્ધ સંત પુજ્યપાદ ૧૦૦૮ સદગુરુદેવ શ્રીભોલેબાબજી  આ રામવાડી ની ભૂમિમાં ઇ.સ..૧૯૭૪માં પધાર્યા અને આ જગ્યા નેવિશેસપાવનકરીપૂ.ભોલેબાબાજીના  આગમન થી રામવાડી માં ધાર્મિક માહોલ સર્જાયુ. ત્યાર બાદ અનેક સિધ્ધ સ્તો મહંતો આ જગ્યા માં પધાર્યા. પૂ.સંત શ્રી ભોલેબાબાજીએ પૂ.મહંત શ્રી ભોલેદાસજીબાપુને કહેલ કે આ જગ્યાએ એક દેવ ફરે છે. જેની સ્થાપના કરી પૂ.બાબાજીની આજ્ઞા અનુસાર શ્રી જ્યોત સ્વરૂપ બાલા હનુમાન મંદિર સત સ્તભનું બાબાજીના ભક્ત જોડિયા ના રામવાડી ના સેવક સ્વ.જેન્તીભાઇ વડેરાએ બનાવે અને પૂ.બાબાજીની હાજરીમાં હજારો સંતો ની ભક્તો ની હાજરીમાં સ્થાપના થયેલ હતી.ત્યારબાદ પૂ.બાબાજીએ આ મંદિરમાં અખડ શ્રી રામાયણજીની ચોપાઈના પાઠ અનુષ્ઠાન કરવાનું કહેલ.એક નહિ બે નહિ પુરા ૧૦૮ અખડ શ્રી રામચરિત માનસ ની ચોપાઇ નો પાઠ સાડા ચાર મહિના સુધી ૨૪ કલાક ચાલુ રહિયા હતા. પૂ.બાબાજી પણ રોકાયા હતા.ત્યારબાદ પૂ.ભોલેબાબાજીની  આજ્ઞા અનુસાર પૂ.મહંત ભોલેદાસબાપુએ જોડિયા ધામની રામવાડી માં ઇ.સ.૧૯૮૦માં સૌપ્રથમવાર સંગીત સાથે પૂ.મોરારીબાપુ ની એક કથા સંગીત સાથે યોજાઈ હતી.ત્યાર થી આ સંગીતમાં કથા થાય છે. ત્યારે કથાના પ્રારંભે પ્રથમ ૩ દિવસ પ્રભુદાસભાઇ રાછ.. દિનકરભાઈ આતા એ સંગીતમાં સાથ આપેલ હતો.પરંતુ કથા ના  કાર્યક્રમમાં હોવાથી ચોથા દિવસથી વિનુભાઇ ચંદારાણા હાર્મોનિયમ વગાડવા લાગ્યા ત્યારબાદ પૂ.મોરારીબાપુ ની કથા માં પ્રભુદાસભાઇ નું હાર્મોનિયમ સતત પાંચ વર્ષ સાથે રહેલ હતું.જે આજે પણ રામવાડી માં શનિવારે વાગે છે. હોઉં.બાબાજીની આજ્ઞા અનુસાર રામવાડી માં ૪૨ વર્ષ થી દર શનિવારે સાંજના ૪ થી ૭ સાધક ભાવિકો દ્વારા સમૂહમાં સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા. દીપમાળા ની આરતી વગેરે થાય છે. આ જગ્યા માં  શ્રી રમેશભાઈ ઓઝા.મનહરલાલાજી મહારાજ. કિશોરદાસ અગ્રાવત. રામકૃષ્ણસાસ્ત્રીજી કુઠેલીવાળા. હરેશ્વરિબેન નવકથા ૯ કથા યોજાઈ ગયેલ છે. તેમજ પ્રતિવર્ષ  જેઠવદ ૨ પૂ.ભોલેબાબાજીની પુણ્યતિથિના દિવ્ય ભંડારો યોજાઈ છે. હનુમાન જયંતીના સુંદરકાંડ નો હોમાત્મક યજ્ઞ યોજાઈ છે. આજથી ૧૩ વર્ષ પહેલાં પૂ.ભોલેબાબાજીની ૨૦મી પુણ્યતિથિમાં શ્રી પચ પરમેશ્વર ઉદાસીન પચાયતી નિર્વાણ બડા અખાડા તીર્થરાજ પ્રયાગરાજ અલ્હાબાદ ના પૂ.મહંત શ્રી હરિહરાનંદજી મહારાજ સાથે આગમન થયેલ હતું. જે ફરી વર્ષ બાદ પૂ.મહંત સાથે આ જમાત જોડિયા ધામની પવન ભૂમિમાં રામવાડી માં ૨૧ થી ૨૨ તારીખે આગમન થવાનું છે. શ્રી પચ પરમેશ્વર ઉદાસીન પચાયતી નિર્વાણ બડા અખાડાની જમાત તીર્થરાજ પર્યાગરાજ અલ્હાબાદ શ્રી જમતના સંતો નું આગમન થઈ રહેલ છે. જે અંગેની રામવાડી માં પુર જોશમાં તૈયારી શ્રીભોલેબાબા  ના સેવક સમુદાય દ્વારા થઈ રહેલ છે.

રામવાડી માં ધાર્મિક માહોલ સર્જાશે ભક્તિમયનું દિવ્ય માહોલ સતત નવ ૯ દિવસ સુધી સર્જાશે તેમજ રામવાડી ગુર્પ ના દરેક સભ્યો માં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. અખાડાના જમતનું આગમન તા.૨૧મીએ થનાર છે તેમ જોડિયા રામવાડી ના અનન્ય સેવક પૂ.સંત શ્રી ભોલેબાબાજીના ભક્તજનસનીભાઇવડેરા .હર્ષદભાઈ વડેરા. દિનેશભાઇ પેઢડિયા. જયસુખભાઈ જસાણી.ડાયા ભાઈ પટેલ.મૂળરાજભાઈ. હિતેસભાઈ રાચે જણાવેલ છે. તેમજ અત્યારે આ જમાત મોરબીમાં ૭દિવસ મુકામ છે. ત્યારબાદ બાલભા ઉદાસીન આશ્રમેં પૂ.વંદનીય શ્રી કરણ દાસજી બાપુની જગ્યમાં ૮ દિવસ મુકામ કરશે ત્યારબાદ જોડિયા પધારશે .જેમનું આગમન થનાર હોય પુરજોશમાં તૈયારી ચાલુ છે.

જમતના સંતો નું સામૈયું જોડિયા ના નાકેથી વાજતેગાજતે બેન્ડપાર્ટી. દ્વારા હજારો ભક્તો ની હાજરીમાં થશે .જે ગામના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી રામવાડી ખાતે પહોંચશે ત્યાં અંદાજીત  ૮ થી ૧૦ દિવસ સુધી રામવાડીમાં ભજન ભોજનનો ત્રીવેણી સંગમ રચાશે. દરરોજ સવારે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરુ શ્રી ચદ્રભગવાનની મહાઆરતી ત્યારબાદ શ્રી ગોલાસાહેબનું પૂજન અર્ચદાસ પૂજનવીધી સકીર્તન સાંજના આરતી ધૂન સકીર્તનની રમઝટ જામશે.

Loading...