Abtak Media Google News

જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ડો.જયોતિબેન પંડયા, ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ અને રસીલાબેન સોજીત્રાએ આપ્યું કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન: મોદીને સત્કારવા ૨૫ હજાર મહિલાઓ ઉપસ્થિત રહેશે

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહિલા કોરચાના અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાના અધ્યક્ષ સને બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.જયોતિબેન પંડયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, મહામંત્રી આશાબેન ત્રિવેદી, ઉપપ્રમુખ સીમાબેન જોષી, મંત્રી જીજ્ઞાબેન પટેલ, રીનાબેન ભોજાણી, હંસાબેન દાફડા, દુર્ગાબેન ખુંટ સહિતનાએ ઉપસ્તિ રહી આગામી કાર્યક્રમો અંગેનું માર્ગદર્શન પૂરું પાડયું હતું.

ડો.જયોતિબેન પંડયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને ૩ વર્ષ પુરા યા છે. ૩ વર્ષમાં અનેકવિધલક્ષી યોજનાઓ દ્વારા વણંભી વિકાસયાત્રા દ્વારા ભારતને એક વિકાસલક્ષી દેશની નજરે લોકો જોવા લાગ્યા છે. તેમાં પણ ખાસ કરી યુવીનો અને મહિલાઓના શિક્ષણ, રોજગાર, પ્રશ્ર્નોને અગ્રતા આપી યુવાનો અને મહિલાઓને સ્વાવલંબી બનાવી તેમને પણ વિકાસના ભાગીદાર બનાવ્યા છે ત્યારે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રમવાર આવતા હોય ત્યારે મહિલા મોરચાની વિશેષ જવાબદારી બની રહે છે. વડાપ્રધાનને સત્કારવા મહિલાઓ સાફા, બાંધણી વાળી સાડી પહેરવી, ઘર દીવડા સજાવવા, તોરણો બાંધવા, રંગોળી પૂરવી, હામાં મહેંદી મુકવી જેવા અનેકવિધ કાર્યક્રમો યોજી જાગૃતિ લાવશે.

જશુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, આવતીકાલે સૌનો સા, સૌનો વિકાસ સંમેલન તા.૨૦ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોનનું બુ સંમેલન તા.૨૯ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આગમનને વધામણા અને આજીના નર્મદા નીરના વધામણા માટેના કાર્યક્રમ યોજાશે.

આ તકે નવનિયુકત જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રાએ સર્વે મહિલા મોરચાના આગેવાનો તા મહિલા કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ માટે “માં પીરસનાર અને મોસાળે જમણવાર જેવું વાતાવરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટી ચૂંટણી પ્રમવાર લડીને ગુજરાતના મુખ્યમંત્રીના તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સૌને સો રાખી ગુજરાતનો અવિરત વિકાસ કર્યો હાલમાં વડાપ્રધાન તરીકેની ૩ વર્ષની કામગીરીમાં ભારત દેશનું આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર નામ રોશન કર્યું છે. મહિલા મોરચાની વિશેષ જવાબદારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા રાજકોટની અસંખ્ય મહિલાઓ ઉપસ્તિ રહેશે તેવી ખાત્રી આપી હતી.

બેઠકમાં આશાબેન ત્રિવેદી, સીમાબેન જોષી અને જીજ્ઞાબેન પટેલે આગામી કાર્યક્રમો તા સંગઠનાત્મક વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની શ‚આતમાં નવનિયુકત મહિલા મોરચાના અધ્યક્ષ રસીલાબેન સોજીત્રાનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રીનાબેન ભોજાણી તા આભારવિધિ આશાબેન ત્રિવેદીએ કરી હતી.

જિલ્લા ભાજપ બેઠકમાં ઉપલેટા શહેર, તાલુકો, જેતપુર શહેર, તાલુકો, ગોંડલ શહેર, ધોરાજી શહેર-જસદણ, શહેર-તાલુકો, રાજકોટ તાલુકો-લોધિકા તાલુકો કોટડા સાંગાણી તાલુકામાંથી  મહિલા મોરચાના હોદ્દેદાર તા મહિલા કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.