Abtak Media Google News

બાળકોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા આર.ડી.એન.પી.પ્લસ સંસ્થાનું પ્રેરક આયોજન

મોરબીમાં આર.ડી.એન.પી. પ્લસ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી એઈડ્સગ્રસ્ત પરિવારોના ૪૦ બાળકોને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી.

મોરબીમાં આર.ડી.એન.પી. પ્લસ સંસ્થા દ્વારા એફઆઇઓઆરટીસી સરકારી હોસ્પિટલ ખાતે એઈડ્સગ્રસ્ત પરિવારોના બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દાતાઓના સહયોગથી ૪૦ બાળકોને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે તમામ દાતાઓ તેમજ મોરબી સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.સરડવા, ડો.ચિરાગ અઘારા, રાજેશભાઇ જાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આર.ડી.એન.પી પ્લસ સંસ્થા દ્વારા એચઆઇવી એઈડ્સગ્રસ્ત લોકોને સક્ષમ વાતાવરણ પૂરું પાડી તથા તેમની સારસંભાળ અને કાળજી લઈને તેમને મદદરૂપ થવાના હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.