વિશ્વના અનેક દેશોમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામના સર્વર ઠપ્પ

107

ફેસબુક ડેકસટોપ વર્ઝનના ધાંધીયાથી લોકોએ ટ્વિટર ઉપર રોષ ઠાલવ્યો

સોશ્યલ મીડિયા આજના સમયમાં મહત્વની જ‚રીયાત બની ચૂકયું છે ત્યારે રવિવારે સોશ્યલ મીડિયા નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર સહિતના ડેકસટોપ વર્ઝન ઠપ્પ થઈ જતા વિશ્ર્વના અનેક દેશોમાં લોકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે, ફેસબુકની મોબાઈલ એપ્લીકેશન કાર્યરત હતી પરંતુ બ્રાઉઝરના માધ્યમથી વપરાશકર્તાઓએ સોશ્યલ મીડિયાના ઉપયોગ માટે કલાકો સુધી વાટ જોવી પડી હતી.

ફેસબુકની સમસ્યાની માહિતી આપનાર વેબસાઈટ ડાઉન ડિટેકટના જણાવ્યા મુજબ રવિવાર બપોર બાદ ભારતીય વપરાશકર્તાઓએ ફેસબુક સર્વર ડાઉન હોવાનો અનુભવ કર્યો હતો. જયારે યુએસ, મલેશીયા અને તુર્કિના લોકોને ફેસબુકના ઉપયોગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટેકનીકલ ક્ષતીના કારણે ફેસબુક ઉપરાંત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ ડચકા ખાતી સ્પીડે ગયું હતું. જો કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ થોડા સમય બાદ યથાવત કાર્યરત રહ્યું હતું.

ગત માસે પણ ફેસબુકમાં બહુ મોટી ટેકનીકલ ખામી સર્જાતા તેની અસર વોટ્સએપ ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર સેવા ઉપર પડી હતી. તેનો રોષ લોકોએ ટ્વીટરના માધ્યમ ઉપર ઠાલવ્યો હતો.

Loading...