Abtak Media Google News

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ લાલપુર ખાતે વૃંદાવન ફાર્મશી પૂ. શ્રી ધીરગુરુદેવનું પદાર્પણ થતા સંઘ પ્રમુખ કમલેશ મહેતા, સુરેશ મહેતા વગેરે ભાઇબહેનો સ્વાગત યાત્રામાં જોડાયા હતા. જૈન સમાજની વાડીમાં નવકારશી બાદ ગૌશાળામાં કાંતિલાલ જેસંગભાઇ મહેતા પ્રેરિત પશુ પાલન કેમ્પમાં પૂ. ગુરુદેવે જીવદયાની મહત્તા સમજાવી હતી. સરપંચ અને પ્રમુખ સમીર ભેસદડીયા, મેઘજીભાઇ, અજાભાઇ, મહેન્દ્રભાઇ અને ડો. વગેરેનું મોમેન્ટોથી સન્માન કર્યા બાદ જૈન વાડીમાં પ્રવચન મઘ્યે જૈન શાળાની બાલિકાઓએ ગીત વગેરે રજુ કરેલ. સંઘલાણીમાં ટ્રાવેલ બેગ આપવામાં આવેલ.

સુરેશ મહેતાએ પૂ. ગુરુદેવના ઉપાશ્રય નૂતનીકરણ, જૈન ભોજનાલય અને જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી હતી. જીવદયાનું ફંડ થયેલ ઉપાશ્રય નૂતનીકરણની ચર્ચા વિચારણા કરાયા હતી.

જયારે કાટકોલા ગામે રવિવારે પૂ. પ્રેમ ધીરગુરુદેવની ૩૮મી દીક્ષા જયંતિ અને માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણિયાર પ્રેરિત ચંદ્રપ્રભ જૈન ઉપાશ્રયનું ઉદધાટન તેમજ મણિયાર પરિવાર પ્રેરિત ઘૂમાડા બંધ ગામ જમણ યોજાશે. કાટકોલામાં મંગલ પ્રવેશ પ્રસંગે અનેરો માહોલ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.