Abtak Media Google News

રૂ.૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ: બે ફરાર

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતીકાનગરમાં ઘોડાના તબેલામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડી રૂ.૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન બે શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જીવંતીકાનગરમાં બટુક મહારાજની ગૌશાળા પાસે વિજાણંદ હકુમતસિંહ ઘોડાના તબેલામાં સંદિપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ અને જીતેન્દ્રસિંહ રાઠોડ નામના શખ્સોએ વિદેશી દારૂ અને બિયર છુપાવ્યો હોવાની બામતીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.કે.જાડેજા, હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશ બાલા, વિરદેવસિંહ જાડેજા અને ડાયાભાઈ બાવળીયા સહિતના સ્ટાફે ઘોડાના તબેલામાં ફરું અંગે દરોડો પાડયો હતો.

ઘોડાના તબેલામાં ખાડો કરી છુપાવેલો રૂ.૫૫૮૦૦ની કિંમતનો ૧૦૨ બોટલ વિદેશી દારૂ અને ૨૧૬ બિયરના ટીન મળી આવતા સંદિપસિંહ રાઠોડ અને જયદિપસિંહ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી દારૂ, બિયરનો જથ્થો, જીજે૩એઝેડ-૭૫૫૮ નંબરની સીએનજી રીક્ષા, જીજે૩ડીબી-૫૯૫ નંબરનું એકટીવા મળી રૂ.૧.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન મહેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા અને યુવરાજસિંહ દશરથસિંહ જાડેજા ભાગી જતા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.